જીગ્નેશ મેવાણીનું ટ્વીટ – નાયબ મુખ્યમંત્રી મંદિરોની આસપાસ દારુ ડ્રગ્સ વેચાતા બંધ કરાવો

જીગ્નેશ મેવાણીએ દારૂના દુષણથી ત્રસ્ત પરિવારોને સાથે રાખી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યાં જ વડગામ ધારાસભ્યએ રોષમાં પોલીસ કર્મચારીઓને "હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ" અને "પોલીસ ને પટ્ટા તમારા છે તમારા ઉતરશે, મારા નહી" તેવા શબ્દોનો પણ ઉચ્ચાર કર્યો હતો.

Written by Rakesh Parmar
November 25, 2025 15:03 IST
જીગ્નેશ મેવાણીનું ટ્વીટ – નાયબ મુખ્યમંત્રી મંદિરોની આસપાસ દારુ ડ્રગ્સ વેચાતા બંધ કરાવો
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના એક નિવેદન બાદ સોશિયલ મીડિયામાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

મહાગુજરાત આંદોલન બાદ ગુજરાતની સ્થાપના થઇ અને આ સાથે ગાંધીના ગુજરાતને ડ્રાય સ્ટેટનું એક નામ પણ મળ્યું. ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ 1960થી થઇ હતી. જોકે દારૂબંધીના 65 વર્ષ બાદ પણ ગુજરાતમાં છાસવારે દારૂની હેરાફેરી તેમજ દારુ ઢીંચેલા લોકો નજરે પડી જાય છે. ત્યાં જ અખબારોની કોરોડનો દારુ ઝડપાયો હાવાની હેડલાઈનો ચર્ચાનું બજાર ગરમાવી દે છે. ત્યારે હાલમાં રાજ્યમાં ફરીથી દારૂબંધીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દો વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના એક નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ખરેખરમાં વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છેલ્લા કેટલાક સમયથી પોતાના મતવિસ્તારમાં દારુ અને ડ્રગ્સ મામલે ગુજરાતની ભાજપ સરકારને ઘેરી રહ્યા છે. તેઓ જનતા રેડ કરીને વડગામ અને થરાદની આસપાસના વિસ્તારોમાં ચાલતા દારૂના ધંધાનો પર્દાફાશ કરી રહ્યા છે, ત્યાં જ થોડા દિવસો અગાઉ જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં થરાદમાં સરકારી સ્કૂલની દીવાલને અડીને એક રૂમમાં ડ્રગ્સનું સેવન થાય છે! તેનો આક્ષેપ કર્યો હતો. ત્યાં જ તેમણે પોતાના આ ટ્વીટમાં ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને ટેગ કરીને સવાલ કર્યો કે બોલો તમારું શું કહેવું છે?

Jignesg Mevani Drugs Ban tweet
જીગ્નેશ મેવાણી વરૂદ્ધ પોલીસ પરિવારના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા બાદ મેવાણીએ કરેલા ટ્વીટ. (તસવીર: X)

આ દરમિયાન જીગ્નેશ મેવાણીએ દારૂના દુષણથી ત્રસ્ત પરિવારોને સાથે રાખી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યાં જ વડગામ ધારાસભ્યએ રોષમાં પોલીસ કર્મચારીઓને “હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ” અને “પોલીસ ને પટ્ટા તમારા છે તમારા ઉતરશે, મારા નહી” તેવા શબ્દોનો પણ ઉચ્ચાર કર્યો હતો. હવે આ મામલો રાજ્યમાં ગરમાયો છે અને પોલીસ પરિવાર દ્વારા વડગામ ધારાસભ્યનો ઉગ્ર વિરોધ કરી પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં તેમના વિરૂદ્ધ રેલીઓ કાઢવામાં આવી છે.

જોકે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વરૂદ્ધ પોલીસ પરિવારના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા બાદ મેવાણી પણ મેદાનમાં આવી ગયા છે અને ધડાધડ ટ્વીટ કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણી એ પોતાના ટ્વીટમાં રાજ્ય સરકારને ચેલેન્જ આપી છે અને લખ્યું છે,”રાજ્યના ‘સંસ્કારી મંત્રી’ને મારી ચેલેન્જ છે – હિન્દુત્વના નામે વોટ લો છો તો હિંદુ ધર્મની આસ્થાના પ્રતિક એવા સોમનાથ, દ્વારકા, સાળંગપુર હનુમાન, ખોડલધામ, ઉમિયાધામ અને અંબાજી – આ મંદિરોની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં થતું દારૂ- ડ્રગ્સનું ખરીદ – વેચાણ બંધ કરીને બતાઓ! ડ્રગ્સના લીધે જે હિંદુ બહેન – દીકરી-માતાઓએ પોતાના ઘરના માણસોને ગુમાવ્યા છે એમને મંત્રીશ્રી પૂછજો કે ડ્રગ્સના કારોબારને લઈને તેઓ શું મહેસૂસ કરે છે!”

આ પણ વાંચો: કોંગ્રેસે મૃતક સહાયક BLO ના પરિવારને વળતર અને નોકરી આપવા માંગ કરી

જીગ્નેશ મેવાણીના નિવેદન પર હર્ષ સંઘવીએ નામ લીધા વિના પ્રતિક્રિયા આપી હતી. શિવગઢ પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ મેવાણી અને પોલીસ વચ્ચે થયેલા તણાવ બાદ, હર્ષ સંઘવીએ તંત્રને સંદેશ આપતા જણાવ્યું કે કેટલાક લોકો સરકારી કચેરીઓમાં આવીને ગેરજવાબદાર રીતે દબાણ સર્જવાનો પ્રયાસ કરે છે. સંઘવીએ કહ્યું કે સોશિયલ મીડિયા યુગમાં એક વ્યક્તિની ભૂલના કારણે સમગ્ર તંત્રને આક્ષેપો સહન કરવા પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ