ગુજરાતમાં આજે જુનિયર ક્લાર્કની ફરી પરીક્ષા યોજાઇ રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ 29 જાન્યુઆરી 2023ના રોજ યોજવામાં આવી હતી જો કે કમનસીબે પરીક્ષાનું પેપર ફુટી જતા સમગ્ર એક્ઝામ કેન્સલ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની આ પરીક્ષા આજે 9 એપ્રિલ, 2023ના રોજ ફરી યોજવામાં આવી રહી છે. ગુજરાતભરમાં આજે બપોરે 12.30 કલાકથી 1.30 કલાક દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે.
જુનિયર કલાર્કની પરીક્ષા નિર્વિધ્ને પૂર્ણ, 7.28 લાખથી વધુ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી
ગુજરાતભરમાં આજે યોજાયેલી જુનિયક ક્લાર્કની પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિધ્ને સમાપ્ત થઇ છે. 9.55 લાખ ઉમેદવારોનીની સામે આજે યોજાયેલી પરીક્ષામાં 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અગાઉ 29 જાન્યુઆરી, 2023ના રોજ નિર્ધારિત થયેલી આ પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી હતી. આજે લેવાયેલી પરીક્ષા આઇપીએસ હસમુખભાઈ પટેલના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. વિદ્યાર્થીઓને પેપર સરળ અને લાંબુ લાગ્યું છે. પરીક્ષા દરમિયાન રાજ્યભરમાંથી કોઈ ગેરરીતિ કે અવ્યવસ્થા સર્જાઇ હોવાના કોઇ સમાચાર મળ્યા નથી. એસટી વિભાગ પરીક્ષાર્થીઓ ને પરત લઈ જવા થઈ સજ્જ છે.
જૂનમાં પરિણામ જાહેર કરાશે
જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઇ ગેરીરિત વગર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા સરકાર અને ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે પરીક્ષાર્થીઓ આ પરીક્ષાના પરિણામ ક્યારે આવશે તેની વાત કરી રહ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના વડા હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ આવશે છે.
વર્ગ ખંડમાં ઉમેદવારોને પ્રવેશ અપાયો, મોબાઇલ – પાકિટ લઇ જવાની મનાઇ
આજે ગુજરાતભરમાં 3000 કેન્દ્રો પર 9.55 લાખથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે કડક તપાસ બાદ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવાનું શરૂ થઇ ગયું છે. કોઇ પણ ગેરરીતિ ન થાય તેની માટે પરીક્ષા કેન્દ્રોની અંદર અને બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરકારની નોકરીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને માત્ર આઈકાર્ડ, કોલલેટર અને પેન સાથે પરીક્ષા કેન્દ્રોની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. તો પ્રતિબંધ ચીજવસ્તુઓ જેવી કે મોબાઈલ, પાકીટ સહિતની વસ્તુઓ વર્ગખંડની અંદર લઇ જવાની મનાઇ છે.
આહવામાં પરીક્ષા આપવા જઇ રહેલા ઉમેદવારોને અકસ્માત નડ્યો
આહવામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જઇ રહેલા ઉમેદવારોને અકસ્માત નડ્યો છે. પરીક્ષા આપવા જઇ રહેલા ઉમેદવારોની ટવેરા ગાડીને ફ્લે થઇ જતા એક્સિડન્ટ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આહવાના વધઇ શિવઘાટના વળાંક પર ટવેરા ગાડીની બ્રેક ફેલ થઇ જતા અકસ્માત થયો હતો જો કે સબનસીકે કોઇન ઇજા ન થઇ અને બીજા વાહનની વ્યવસ્થા કરી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર લઇ જવામાં આવ્યા છે.
3000 કેન્દ્ર પર 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
અઢી મહિના પહેલા કેન્સલ કરાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે 9 એપ્રિલ, 2023ના રોજ ફરી યોજવામાં આવી રહી છે. જેની માટે ગુજરાતના 3000 જેટલા પરીક્ષા કેન્દ્રો પર એક્ઝામની વ્યવસ્થામાં કરાઇ છે જ્યારે 9.55 લાખથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. જેમાં રાજકોટમાં 150 કેન્દ્રો પર 43 હજારથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. તેવી જ રીતે વડોદરામાં 120 કેન્દ્રો,
પેપર લીક જેવી ગેરરીત રીતિ રોકવા ચુસ્ત વ્યવસ્થા
ગુજરાતભરમાં આજે યોજાઇ રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગત વખતની જેમ કોઇ ગેરરીતિ ન થાય તેની માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય સરકાર અને પંચાયત સેવા પસંદગી મંડળ તેની માટે સધન તકેદારી રાખી છે. જે અતંર્ગત પરીક્ષા કેન્દ્રો પર ફરજ બજાવનાર કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓના મોબાઈલ જમા કરી લેવામાં આવ્યા છે. બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષા સમાપ્ત થયા બાદ જ તેમને મોબાઇલ પરત કરવામાં આવશે. ઉમેદવારોનું સધન ચેકિંગ કરવામાં આવશે અને વિડિયો રેકોર્ડિંગ થશે.