Kanchan Jariwala issue AAP Protests at ECI: આમ આદમી પાર્ટીના સુરત (પૂર્વ) ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે તેમનું નામાંકન પાછું ખેંચ્યું હોવાના અહેવાલ છે. આ પહેલા AAPએ ભાજપ પર જરીવાલાને અપહરણ કરવાનો અને તેમનું નામાંકન પાછું ખેંચવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. AAP નેતા મનીષ સિસોદિયા ચૂંટણી પંચની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચલ જરીવાલાનું અપહરણ કર્યું છે.
મનીષ સિસોદિયાનો આરોપ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વિટમાં લખ્યું છે કે, તેઓ અત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે જઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપે AAP ઉમેદવાર કંચન જરીવાલાને ગુંડાઓની મદદથી સુરત પૂર્વમાંથી અપહરણ કરાવ્યું અને પછી પોલીસની મદદથી ઉમેદવારી પાછી ખેંચી લીધી. ત્યારે આવી સ્થિતિમાં ચૂંટણીનો અર્થ શું છે?
તેઓ પાર્ટી કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પંચની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ આરોપ લગાવે છે કે, ભાજપ તેમના ઉમેદવારોને ધાકધમકી આપી રહી છે જેથી તેઓ ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળી જાય. સિસોદિયાએ મીડિયાને કહ્યું કે, ભાજપ AAP ઉમેદવારનું નામાંકન નકારી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. સિસોદિયાએ જણાવ્યું કે, 500થી વધુ પોલીસકર્મીઓ કંચન જરીવાલાને બળજબરીથી રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં લઈ ગયા અને તેમના પર નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કર્યું. સિસોદિયાએ બીજા પણ ઘણા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, જે પણ થઈ રહ્યું છે તે ચૂંટણી પંચ પર સવાલો ઉભા કરે છે. તેમણે કહ્યું કે, મેં ચૂંટણી કમિશનર પાસે એપોઇન્ટમેન્ટ માંગી છે.
આ પણ વાંચો – AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી, આપ નેતાઓએ ભાજપ પર અપહરણનો લગાવ્યો હતો આરોપ
કેજરીવાલે પણ નિશાન સાધ્યું હતું
દિલ્હીમાં જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયાના નેતૃત્વમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું કે, ગુંડાઓ અને પોલીસની મદદથી ઉમેદવારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને તેમના નામાંકન પરત ખેંચવામાં આવી રહ્યા છે. આ પ્રકારની જાહેરમાં ગુંડાગીરી ભારતમાં ક્યારેય જોવા મળી નથી. તો પછી ચૂંટણીનો અર્થ શું છે? પછી લોકશાહી સમાપ્ત થઈ ગઈ. આમ આદમી પાર્ટીએ આ મામલો ચૂંટણી પંચ સમક્ષ મૂકવા માટે પંચને મળવાનો સમય પણ માંગ્યો છે.