સાબરમતી ટ્રસ્ટના અધ્યક્ષ પદે કાર્તિકેય સારાભાઇની નિમણુંક, જાણો કોણ છે આ વ્યક્તિ

Kartikeya Sarabhai chairperson of Sabarmati trust : વર્ષ 2014થી સતત સાબરમતી ટ્રસ્ટ (Sabarmati trus)ના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા ગાંધીવાદી ઈલાબેન ભટ્ટ (Ela ben Bhatt) નું તાજેતરમાં અવસાન થતા આ પદ ખાલી થયુ હતુ. હવે તેમના અનુગામી તરીકે કાર્તિકેય સારાભાઇની (Kartikeya Sarabhai) નિમણુંક કરવામાં આવી.

Written by Ajay Saroya
November 09, 2022 23:12 IST
સાબરમતી ટ્રસ્ટના અધ્યક્ષ પદે કાર્તિકેય સારાભાઇની નિમણુંક, જાણો કોણ છે આ વ્યક્તિ

સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટ (SAPMT), જે મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી ગાંધી આશ્રમનું સંચાલન કરે છે, તેના અધ્યક્ષ પદે કાર્તિકેય સારાભાઈની નિમણુંક કરવામાં આવી છે. કાર્તિકેય સારાભાઇ ઘણા સમયથી આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે છે.

નોંધનિય છે કે, સેવા સંગઠનના સ્થાપક અને ગાંધીવાદી ઈલાબેન ભટ્ટ જુલાઇ 2014થી સતત સાબરમતી ટ્રસ્ટના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા હતો. જો કે તાજેતરમાં 2 નવેમ્બરના રોજ તેનું અવસાન થતા સાબરમતી ટ્રસ્ટનું આ પદ ખાલી થયુ હતુ.

સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટએ સોમવારે સારાભાઈને અધ્યક્ષ નિયુક્ત કરવા સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો. કાર્તિકેટ સારાભાઈ વર્ષ 1974થી SAPMTના ટ્રસ્ટી છે, અને ટ્રસ્ટની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ છે.

ઉલ્લેખનિયછ કે, સત્યાગ્રહ આશ્રમ તરીકે પ્રખ્યાત આ સ્થળ લગભગ 3 એકર જેટલા વિસ્તારમાં ફેલાયુ છે. આ ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા આ આશ્રમને હૃદય કુંજ પણ કહેવામાં આવે છે, જે 1917 થી 1930 સુધી મહાત્મા ગાંધીનું ઘર હતું. તેમાં ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરાયેલું સંગ્રહાલય પણ છે.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કાર્તિકેય સારાભાઇ વિશે…

74 વર્ષીય કાર્તિકેય સારાભાઇ એ ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇના પુત્ર છે, તેમની માતાનું નામ મૃણાલિની સારાભાઇ છે જેઓ જાણીતા ક્લાસિકલ ડાન્સર હતા. તેમનો જન્મ 27 નવેમ્બર 1947ના રોજ અમદાવાદમાં થયો છે. તેઓ દુનિયાના જાણીતા પર્યાવરણવિદો (environmental educators) પૈકીના એક છે અને સામાજીત કાર્યકર્તા છે. કાર્તિકેય સારાભાઇને વર્ષ 2012માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ‘સેવા’ સંસ્થાના સ્થાપક અને પદ્મભૂષણથી સમ્માનિત ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ