સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટ (SAPMT), જે મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી ગાંધી આશ્રમનું સંચાલન કરે છે, તેના અધ્યક્ષ પદે કાર્તિકેય સારાભાઈની નિમણુંક કરવામાં આવી છે. કાર્તિકેય સારાભાઇ ઘણા સમયથી આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે છે.
નોંધનિય છે કે, સેવા સંગઠનના સ્થાપક અને ગાંધીવાદી ઈલાબેન ભટ્ટ જુલાઇ 2014થી સતત સાબરમતી ટ્રસ્ટના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા હતો. જો કે તાજેતરમાં 2 નવેમ્બરના રોજ તેનું અવસાન થતા સાબરમતી ટ્રસ્ટનું આ પદ ખાલી થયુ હતુ.
સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટએ સોમવારે સારાભાઈને અધ્યક્ષ નિયુક્ત કરવા સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો. કાર્તિકેટ સારાભાઈ વર્ષ 1974થી SAPMTના ટ્રસ્ટી છે, અને ટ્રસ્ટની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ છે.
ઉલ્લેખનિયછ કે, સત્યાગ્રહ આશ્રમ તરીકે પ્રખ્યાત આ સ્થળ લગભગ 3 એકર જેટલા વિસ્તારમાં ફેલાયુ છે. આ ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા આ આશ્રમને હૃદય કુંજ પણ કહેવામાં આવે છે, જે 1917 થી 1930 સુધી મહાત્મા ગાંધીનું ઘર હતું. તેમાં ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરાયેલું સંગ્રહાલય પણ છે.
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કાર્તિકેય સારાભાઇ વિશે…
74 વર્ષીય કાર્તિકેય સારાભાઇ એ ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇના પુત્ર છે, તેમની માતાનું નામ મૃણાલિની સારાભાઇ છે જેઓ જાણીતા ક્લાસિકલ ડાન્સર હતા. તેમનો જન્મ 27 નવેમ્બર 1947ના રોજ અમદાવાદમાં થયો છે. તેઓ દુનિયાના જાણીતા પર્યાવરણવિદો (environmental educators) પૈકીના એક છે અને સામાજીત કાર્યકર્તા છે. કાર્તિકેય સારાભાઇને વર્ષ 2012માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.