ગોપલ બી કટેસિયા : 30 જાન્યુઆરી, 2001. કચ્છ-ભૂજમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, જેણે ગુજરાતના આ શહેરને વેર વિખેર કરી દીધુ અને 13,000 લોકોના મોત થયા હતા. ભૂકંપને 84 કલાક વિતી ગયા હતા, જે સ્થાન પર ક્યારેક ત્રણ માળનું મકાન હતું, તે સ્થળ પર કોઈ જીવિત હોય તેવી આશા બચાવકર્મી ગુમાવી રહ્યા હતા. અચાનક, કોંક્રીટના ઢગલા નીચે ઊંડેથી કોઈએ રડવાનો અવાજ સાંભળ્યો. કલાકો પછી, આઠ મહિનાના મુર્તઝા અલી વેજલાનીને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો – ચમત્કારિક રીતે, જીવીત.
ગયા અઠવાડિયે, ભુજ શહેરની એક મસ્જિદના હોલમાં ફરીથી સ્મિત અને આંસુ હતા, કારણ કે મુર્તઝા, હવે 22 વર્ષનો છે, તેની રાજકોટની એક છોકરી સાથે સગાઈ થઈ છે.
જ્યારે 26 જાન્યુઆરીએ ભુજમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે મુર્તઝાની દાદી ફાતિમા મોરબીમાં તેમની બીમાર માતાને મળવા આવી હતી.
ભુજના કંસારા બજાર વિસ્તારમાં રહેતા દાઉદી વોહરા ઉદ્યોગપતિ વેજલાની પરિવારનું ત્રણ માળનું મકાન ધૂળ અને કાટમાળના ઢગલા સાથે ધરાશાયી થતાં પરિવારના આઠ સભ્યો – બાળક મુર્તઝા, તેના માતા-પિતા મુફદ્દલ અને ઝૈનબ, દાદા મોહમ્મદ, કાકા અલી અસગર, કાકી ઝૈનબ અને તેમની બે પુત્રીઓ નફીશા અને સકીના ફસાઈ ગયા હતા.
પરંતુ ભૂકંપના ત્રણ દિવસ પછી અને મુર્તઝાના દાદાના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવાના એક દિવસ પછી, દાદી ફાતિમા, જેમને કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં દાઉદી વોહરા સમુદાય દ્વારા ખોલવામાં આવેલા રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા, બેબી મુર્તઝાના તેમને અવિશ્વસનીય સમાચાર મળ્યા. જીવીત હતો. અન્ય કોઈને બચાવી શકાયા નથી.
મુર્તઝાના નાના મોહિજ જમાલી, જેઓ ભૂકંપની સવારથી એક અઠવાડિયા સુધી ઘરના કાટમાળ પાસે પડાવ નાખી બેઠા હતા, તેઓ કહે છે, “કોઈએ રડવાનો અવાજ સાંભળ્યો અને અમને કહ્યું કે, તે બાળક હોવું જોઈએ. અમે બચાવકર્તા અને સૈન્યને મદદ માટે બોલાવ્યા અને તેઓએ મુર્તઝાને બહાર કાઢ્યો,” જમાલી, જેઓ હવે 70 વર્ષના છે.
તે સમયે ગાર્ડિયનના અહેવાલમાં બચાવ કામગીરીમાં સામેલ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “બચાવકર્તાઓએ “મુર્તઝા”ને તેની મૃત માતા “ઝૈનબ”ના હાથમાંથી ખેંચી બહાર કાઢ્યો હતો.
મુર્તઝાને માથા, કપાળ, ગાલ અને પીઠ પર ઊંડા ઘા હતા, તેને ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આવેલી ભારતીય સેનાની કેમ્પ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
“મેં મારી પુત્રીના બાળકને મારા હાથમાં પકડી રાખ્યું હતું, હું ભાગ્યે જ બોલી શકતી હતી. કારણ કે, પરંતુ એક ડૉક્ટરે મને ખાતરી આપી કે, બધું બરાબર થઈ જશે અને મને અલી સાથે સશસ્ત્ર દળોના વિમાનમાં બેસવા માટે સમજાવ્યા. અને અમે મુંબઈ માટે ઉડાન ભરી.” નજીકમાં રહેતા અને સ્ટવ રિપેર કરવાનું કામ કરતા દાદા જમાલી કહે છે કે, તેમના એકમાત્ર સંતાન ઝૈનબે ભૂકંપના દોઢ વર્ષ પહેલા મુફદ્દલ સાથે લગ્ન કર્યા હતા અને મુર્તઝા તેમનો એકમાત્ર સંતાન હતો.
જેમ જેમ દિવસો વીતતા ગયા અને ભુજ ધીમે ધીમે પુનઃનિર્માણ થવાનું શરૂ કર્યું, તેમ તેમ વજલાણીઓ પણ ધીમે ધીમે આગળ વધ્યા.
મુર્તઝાની કાકી નફીશા અને તેના પતિ ઝાહીદ લાકડાવાલા, જે કચ્છના અંજાર શહેરમાં લાકડાના વેપારી હતા, તેમનો વ્યવસાય બંધ કરીને ભુજની મહેંદી કોલોનીમાં ફાતેમા પાસેના એક મકાનમાં રહેવા ગયા અને મુર્તઝાના ઉછેરમાં મદદ કરી.
વેજલાણી પરિવાર ભુજ શહેરમાં પ્રખ્યાત હાર્ડવેર સ્ટોર વેજલાણી ટ્રેડર્સ ચલાવતો હતો. ઝાહિદ ભુજ ગયા પછી તેમણે ભુજ શહેરના લાલ ટેકરી રોડ પર વેજલાની બ્રાન્ડ નામથી નવો હાર્ડવેર સ્ટોર ખોલ્યો.
ઝાહિદ કહે છે, તેઓ મુર્તઝાના પાલક માતા-પિતા કેવી રીતે બન્યા તે વિશે વાત કરતા કહ્યું, “ભૂકંપના એક વર્ષ પછી, મુર્તઝાએ તેની દાદી અને નફીશાને તેના માતા-પિતા વિશે પ્રશ્નો પુછી ત્રાસ આપવાનું શરૂ કર્યું, અમે નક્કી કર્યું કે, મુર્તઝા અમારી સાથે અમારા ઘરે જ તે રહેશે, જ્યારે અમારો મોટો પુત્ર મોહમ્મદ તેની દાદી (ફાતિમા) સાથે રહેશે.”
ઝાહિદની 50 વર્ષની પત્ની નફીશા હસતાં હસતા કહે છે, “તે અમને પપ્પા-મમ્મી જ કહે છે, ચાચા-ચાચી નહીં.” “અમે અમારા પુત્ર મોહમ્મદ અને મુર્તઝાને વધુ સારી રીતે ઉછેરવાનો પ્રયાસ કર્યો છે. અને મુર્તઝા પાસે રહેવાનો આનંદ છે. તે એવો પ્રેમાળ છોકરો છે, જે તેની માતા (નફીશા) ની સહેજ પણ તકલીફ સહન નથી કરી શકતો.”
મુર્તઝાની સગાઈના સમારંભમાં સંબંધીઓ અને મહેમાનોથી ઘેરાયેલા, તેના દાદા જમાલી તે દિવસને યાદ કરે છે, જ્યારે તેને બચાવી લેવામાં આવ્યો હતો. “હું માની શકતો નથી કે આ વિધિ ખરેખર થઈ રહી છે. હું તે દિવસોને ભૂલી શકતો નથી. પરંતુ અહીં અમે આજે જીવિત છીએ, અમારા સુંદર પુત્રની સગાઈ જોઈ રહ્યા છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે હંમેશા ખુશ રહે.
પછી તે વાત કરે છે કે, કેવી રીતે ચમત્કારિક રીતે મુર્તઝાને બીજું નામ આપ્યું – લકી અલી. “મુર્તઝાને હોસ્પિટલમાંથી રજા અપાયા પછી, અમને અમારા ધાર્મિક વડા, સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (દાઉદી બોહરાઓના સ્વર્ગસ્થ આધ્યાત્મિક વડા) તરફથી તેમને મુંબઈમાં મળવાનો આદેશ મળ્યો. હું છોકરાને તેની પાસે લઈ ગયો ત્યારે તેમણે કહ્યું, ‘અલી બચી ગયો! હકીકતમાં, આ અલી લકી અલી છે.’
“નવા માલિકે કાટમાળ સાફ કર્યો અને બાંધકામ શરૂ કર્યું,” તે કહે છે, તેના ચહેરા પરના ડાઘ જ એકમાત્ર નિશાની હતી, જ્યારે તે મૃત્યુના મુખમાંથી પાછો ફર્યો અને ત્યારથી તેની અવિશ્વસનીય મુસાફરી.
તેની બાજુમાં ઉભેલી મંગેતર અલેફિયા હથિયારી છે, જે બીએસસીની ડિગ્રી મેળવી રહી છે. તે કહે છે, “જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે મુર્તઝાએ મને તેની અદ્ભુત કહાની વિશે જણાવ્યું. તેમનું જીવન એક ચમત્કાર છે… આવી કહાની ભાગ્યે જ બને છે.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો