Surat Crime News: સુરત જિલ્લામાં અકોટી ગામે બગીચામાં કામ કરતા એક મજૂરને માર મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મજૂર પર 50,000 રૂપિયાની કેરી ચોરી કરવાની શંકામાં આરોપીઓએ આ ગુનો કર્યો હતો. આરોપીઓએ મૃતકનો મૃતદેહ પણ ગાડીમાં લઈ જઈ નહેરમાં ફેંકી દીધો હતો.
પોલીસે સોમવારે 5 લોકોની ધરપકડ કરી હતી. બારડોલીના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) એચએલ રાઠોડે જણાવ્યું હતું કે 21 મેના રોજ 5 આરોપીઓએ મળીને સુરેશ વર્મા (48) પર ક્રૂર હુમલો કર્યો હતો અને તેને આંબાના ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. જે બાદ સુરેશ વર્માનું મોત નિપજ્યું હતું પછી આરોપીઓએ તેનો મૃતદેહ નહેરમાં ફેંકી દીધો હતો.
એચએલ રાઠોડે જણાવ્યું હતું કે હત્યાના આરોપસર અશફાક રાયન, વિનોદ અગ્રવાલ, મોહમ્મદ ઉમર, દશરથ મૌર્ય અને યાકુબ અબ્દુલ ગફ્ફરની ધરપકડ કરવામાં આવી છે.
અશફાક અને અન્ય લોકોએ થોડા સમય પહેલા બારડોલીના અકોટી ગામમાં એક કેરીનો બાગ ભાડે લીધો હતો અને વર્મા અને અન્ય એક ગ્રામજનોને મજૂર તરીકે રાખ્યા હતા. તાજેતરમાં આરોપીઓને શંકા હતી કે સુરેશ વર્માએ બગીચામાંથી 50 હજાર રૂપિયાની કેરી ચોરી કરી હતી અને તેને બજારમાં વેચી મારી હતી.
આ પણ વાંચો: કચ્છ બોર્ડર પાસે ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવવાનો પ્લાન
એચ.એલ. રાઠોડે જણાવ્યું હતું કે 21 મેની રાત્રે તેઓએ વર્માને ખેતરમાં એક ઝાડ સાથે બાંધી દીધો અને તેને ખરાબ રીતે માર માર્યો હતો. અશફાકે વર્માની પત્નીને ફોન કરીને કેરી ચોરી કરવાથી થયેલા નુકસાન માટે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. મારપીટથી વર્માનું મૃત્યુ થયા પછી આરોપીઓએ તેનો મૃતદેહ પોતાની કારમાં લઈ જઈને કામરેજ તાલુકામાં એક નહેરમાં ફેંકી દીધો હતો.





