Land Re-survey Project Gujarat : જમીન માપણી રિ-સર્વે પ્રોજેક્ટ : ગુજરાત સરકારે જમીન માપણીની ખામીઓ દૂર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો
લેન્ડ રિ-સર્વે પ્રોજેક્ટ સામે લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ જમીનના રેકોર્ડમાં રહેલી ખામીઓને ઝડપથી સુધારવા માટે ગુજરાત સરકારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા અને વરિષ્ઠ મંત્રી હૃષિકેશ પટેલે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, બે જિલ્લામાં જમીનના રેકોર્ડમાં ખામીઓની ફરિયાદોના નિકાલ બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી જ કવાયત હાથ ધરવામાં આવશે.
ગુજરાત સરકારે લેન્ડ રિસર્વે પ્રોજેક્ટ હાથ ધર્યો છે જે અંતર્ગત સરકાર દ્વારા નિયુક્ત ખાનગી એજન્સીઓ દ્વારા રાજ્યભરમાં જમીનની માપણી કરવામાં આવી છે. જેમાં એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્વેમાં ખામીઓ અંગે રાજ્યના વિવિધ ભાગોમાંથી ઘણી ફરિયાદો આવી હતી.
આ પણ વાંચો – Usury case : નવસારીમાં ઊંચુ વ્યાજ વસૂલવા બદલ ભાજપના નેતા અને તેમના ભાઈ સામે ગુનો નોંધાયો
પટેલે જણાવ્યું હતું કે, નોંધાયેલી ખામીઓને દૂર કરવાની કવાયત મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, ખાનગી એજન્સીઓ દ્વારા નહીં.