Lothal landslide: ગુજરાતના લોથલમાં આવેલ હડપ્પા સંસ્કૃતિ આખી દુનિયા માટે મહત્ત્વપૂર્ણ રહી છે. ત્યારે આજે હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં એક દુર્ઘટના ઘટી છે. જ્યાં ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયા હતા. અહીં દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ લેવા ગયેલા બે મહિલા અધિકારીઓ પર ભેખસ ધસી પડી હતી, જેમાંથી એક મહિલા અધિકારનું મોત નિપજ્યું છે અને બીજા મહિલા અધિકારીની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે.
દિલ્હીના મહિલા અધિકારીનું મોત
આ દુર્ઘટનાની જાણ થતા જ 108 ની ટીમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાં જ આ દુર્ઘટનામાં મોતને ભેટેલા મહિલા અધિકારી દિલ્હી હોવાનું સામે આવ્યું છે. ત્યાં ગાંધીનગરના મહિલા અધિકારી હાલમાં પણ ભેખડ નીચે દટાયેલા છે, તેમને નીકાળવા માટે કેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. બીજી તરફ આ ઘટનાને લઈ આસપાસમાં જાણ થતા લોકો પણ ત્યાં દોડી આવ્યા છે અને માટી ઉલેચવાનું કામ કરી રહ્યા છે.
બંને મહિલા અધિકારી છે જિયોલોજીસ્ટ
આ બંને મહિલા જિયોલોજીસ્ટ છે. લોથલની આ હેરિટેજ સાઈટ પર એકએક ભેખડ ધસી જવાની જાણકારી સૌથી પહેલા ફાયર ડિપાર્ટમેન્ટને મળી હતી. જેના પછી અધિકારીઓ અને પોલીસ પ્રશાસનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી આ ઘટનામાં એએસઆઈ એ કોઈ પણ નિવેદન આપ્યું નથી. ત્યાં જ આ ઘટના બાદ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી હડકંપ મચી ગયો છે. એવી જાણકારી સામે આવી રહી છે કે, મૃતક સુરભી વર્મા દિલ્હી આઈઆઈટીથી પીએચડી પણ કરી રહી હતી.
લોથલની સુવ્યવસ્થિત નગર વ્યવસ્થા

તમને જણાવી દઈએ કે, અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઇ.સ. 1954 ના નવેમ્બર માસમાં થઈ હતી. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે. જેનો સમય ઇ.સ.પૂર્વે 2450 થી 1900 સુધીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે 2350 માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા હોઈ શકે. બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું હોઈ શકે. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી વેપાર
પ્રાચીન સમયમાં લોથલ એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું. જ્યાં માળા, રત્નો અને મૂલ્યવાન આભૂષણોનો વેપાર પશ્ચિમ એશિયા અને છેક આફ્રિકા સુધી પહોંચતો હતો. મણકો બનાવવા અને ધાતુવિજ્ઞાન માટે તેઓએ જે તકનીકો અને સાધનોનો પહેલ કર્યો તે આજે પણ ઉપયોગમાં છે. લોથલના લોકો અગ્નિ દેવતાની પૂજા કરતા હતા જે સીલ પર દર્શાવવામાં આવેલા શિંગડાવાળા દેવતા હોવાનું અનુમાન કરવામાં આવે છે. ખાનગી અને જાહેર અગ્નિ-વેદીઓની હાજરી જ્યાં ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવતું હતું તે તેમની આધ્યાત્મિક માન્યતાઓને વધુ સાક્ષી આપે છે.





