scorecardresearch

ગુજરાત : સિંહ અને દીપડાના હુમલાથી રાજ્યમાં બે વર્ષમાં 34 મોત, 229 લોકો ઘાયલ

lion and leopard attack : 2021માં સિંહોના હુમલાને કારણે બે મૃત્યુ થયા હતા, જ્યારે પછીના વર્ષે તે વધીને પાંચ થઈ ગયા હતા. જો કે, 2021 અને 2022માં અનુક્રમે દીપડાના હુમલાથી 15 અને 12 મૃત્યુ થયા છે.

ગુજરાત : સિંહ અને દીપડાના હુમલાથી રાજ્યમાં બે વર્ષમાં 34 મોત, 229 લોકો ઘાયલ
બે વર્ષમાં સિંહ અને દીપડાના હુમલાથી 34 મોત

Lion and leopard attack : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં મંગળવારે માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડાના હુમલાને કારણે કુલ 34 લોકોના મોત થયા છે.

જામનગર દક્ષિણ ભાજપના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ મંગળવારે વિધાનસભામાં ઉઠાવેલા તારાંકિત પ્રશ્ન પર રાજ્ય સરકાર દ્વારા શેર કરાયેલ માહિતી અનુસાર, 31 ડિસેમ્બર, 2022 સુધી છેલ્લા બે વર્ષમાં હિંસક પ્રાણીના હુમલાઓમાં 229 જેટલા લોકો ઘાયલ થયા છે.

2021માં સિંહોના હુમલાને કારણે બે મૃત્યુ થયા હતા, જ્યારે પછીના વર્ષે તે વધીને પાંચ થઈ ગયા હતા. જો કે, 2021 અને 2022માં અનુક્રમે દીપડાના હુમલાથી 15 અને 12 મૃત્યુ થયા છે. 2021 અને 2022 માં, સિંહોના હુમલાને કારણે અનુક્રમે 21 અને 19 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જ્યારે દીપડાના હુમલાને કારણે આ સંખ્યા અનુક્રમે 105 અને 84 વ્યક્તિઓ હતી.

આ ઉપરાંત, 34 મૃતકોના નજીકના સંબંધીઓને 1.53 કરોડ રૂપિયા અને ઘાયલોને 14.6 લાખ રૂપિયા, સરકારી ધોરણો મુજબ આપવામાં આવ્યા હતા. તમામ મૃતકોના સંબંધીઓને સિંહના હુમલાના કિસ્સામાં રૂ. 33 લાખ અને દીપડાના હુમલાના કિસ્સામાં રૂ. 1.2 કરોડનું વળતર બંને વર્ષ માટે આપવામાં આવ્યું હતું. એ જ રીતે દીપડાના હુમલામાં ઘાયલ થયેલા 189 લોકોને 2.27 લાખ અને 12.33 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કેવડિયા પ્રાણી સંગ્રહાલયમાં કયા પ્રકારના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે અને તેમાંથી કેટલા મૃત્યુ પામ્યા છે તેની વિગતો પણ માંગવામાં આવી હતી.

જંગલ સફારીમાં છેલ્લા બે વર્ષમાં કુલ 1,024 પ્રાણીઓ અને પક્ષીઓને રાખવામાં આવ્યા હતા – 2021માં 940 અને 2022માં 84.

તેના ઉદ્ઘાટન પહેલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીમાં સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક, જે જંગલ સફારી તરીકે જાણીતું છે, વિદેશી પ્રાણીઓના વિદેશમાં સ્થાનાંતરણમાં કથિત ઉપેક્ષાને કારણે તેમના મૃત્યુ માટે ટીકા કરવામાં આવી હતી.

આ પણ વાંચોપેટ્રોલ-ડીઝલથી ગુજરાત સરકારની ‘છપ્પર ફાડ’ કમાણી! VAT થકી જુઓ કેટલા કરોડ તિજોરીમાં આવ્યા

વન મંત્રી દ્વારા શેર કરાયેલી વિગતો મુજબ, કુલ 12 પ્રાણીઓ- માર્શ મગરમચ્છ (3), થામીન હરણ (2) અને એક પટ્ટાવાળા હાયના (લકડબગ્ધા), ભારતીય ગ્રે વરુ, સન કોન્યુર (પોપટ જેવી પ્રજાતી), બજરીગર, લવ બર્ડ અને રોઝ- રિંગ્ડ પોપટના- બે વર્ષના સમયગાળામાં, 1 ફેબ્રુઆરી, 2021 અને 31 જાન્યુઆરી, 2023ના રોજ મૃત્યુ નોંધાયા હતા.

Web Title: Lion and leopard attack 34 death answered in gujarat assembly