વડોદરામાં દારુ ભરેલી કારનો અકસ્માત, લોકોએ મદદ કરવાની જગ્યાએ લૂંટ મચાવી, જુઓ વીડિયો

viral video: કાર હાઇવે પર પલટી ગઈ ત્યારે રસ્તા પર દારૂની બોટલો વેખેરાઈ ગઈ હતી. પીડિતને મદદ કરવાને બદલે રસ્તા પરથી પસાર થતા લોકો દારૂની બોટલો ઉઠાવીને ભાગવા લાગ્યા હતા.

Written by Rakesh Parmar
March 13, 2025 19:52 IST
વડોદરામાં દારુ ભરેલી કારનો અકસ્માત, લોકોએ મદદ કરવાની જગ્યાએ લૂંટ મચાવી, જુઓ વીડિયો
વડોદરામાં દારુ ભરેલી કારનો અકસ્માત થયા બાદનો વીડિયો વાયરલ. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

દેશમાં સૌથી જૂની દારૂબંધી ગુજરાતમાં છે પરંતુ રાજ્યમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. હવે રાજ્યના વડોદરાથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જે આઘાતજનક અને શરમજનક પણ છે. વડોદરામાં હાઇવે પર એલ એન્ડ ટી નોલેજ પાર્ક પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત થયો હતો. જ્યારે કાર હાઇવે પર પલટી ગઈ ત્યારે રસ્તા પર દારૂની બોટલો વેખેરાઈ ગઈ હતી. પીડિતને મદદ કરવાને બદલે રસ્તા પરથી પસાર થતા લોકો દારૂની બોટલો ઉઠાવીને ભાગવા લાગ્યા હતા. થોડી જ વારમાં દારૂની તમામ બોટલો ગાયબ થઈ ગઈ. આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે.

રસ્તા પરથી પસાર થતા લોકોએ વીડિયો બનાવ્યા

અકસ્માત બાદ દારૂની બોટલોનો લૂંટનો વીડિયો vadodara_click નામના x યુઝર્સે પોસ્ટ કર્યો છે. ઘાયલ વ્યક્તિને પાછળ છોડીને લોકોએ દારૂ લૂંટી લીધો. વાયરલ વીડિયોના આધારે પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને દારૂની માત્ર 100 નાની બોટલો મળી હતી. પોલીસ હવે હાઇવે પર દારૂ લૂંટનારાઓને શોધવામાં વ્યસ્ત છે. આ સાથે દારૂ ભરેલી કારના રજીસ્ટ્રેશન દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી જાણવા મળે કે દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો.

વડોદરા પોલીસ તપાસમાં લાગી

કપુરાઈ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.સી. રાઓલના જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે કાયદેસર તપાસ શરૂ કરી છે. દારૂ કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ કેવી રીતે સપ્લાય થઈ રહ્યો છે? એવી ચર્ચા છે કે આ દારૂ હોળીના અવસર પર ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાનો હતો, પરંતુ ડિલિવરી પહેલા જ હાઇવે પર ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: ચા વેચનારની દીકરી CA બની! ઝૂંપડપટ્ટીમાં રહેતી યુવતી સફળતા મળતા જ પિતાને ભેટી પડી

ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે અમદાવાદમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યારે લક્ઝરી કાર દ્વારા દારૂની દાણચોરીનો પણ અહેવાલ મળ્યો હતો. પછી એક હાઇ સ્પીડ કાર થાર સાથે અથડાઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ