અમદાવાદમાં મહિલાના 'કોનમાં ગરોળીની પૂંછડી' નીકળી, આઈસ્ક્રીમ પાર્લર સીલ, તપાસ શરૂ

અમદાવાદમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે જે આઈસ્ક્રીમ કોન ખાઈ રહી હતી તેમાં ગરોળીના ટુકડા મળી આવ્યા હતા.

અમદાવાદમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે જે આઈસ્ક્રીમ કોન ખાઈ રહી હતી તેમાં ગરોળીના ટુકડા મળી આવ્યા હતા.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Havmor manufacturing unit fined, AMC ice cream inspection

AMC અધિકારીઓએ આઉટલેટ સીલ કરી દીધું (એક્સપ્રેસ ફોટો)

અમદાવાદમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે જે આઈસ્ક્રીમ કોન ખાઈ રહી હતી તેમાં ગરોળીના ટુકડા મળી આવ્યા હતા, ત્યારબાદ એક આઈસ્ક્રીમ પાર્લર સીલ કરવામાં આવ્યું હતું અને હેવમોર બ્રાન્ડના ઉત્પાદન એકમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisment

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ હેઠળના ખાદ્ય વિભાગે , અમદાવાદના નરોડા વિસ્તારમાં હેવમોર આઈસ્ક્રીમના ઉત્પાદન એકમ પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવા ઉપરાંત ઉત્પાદનની આખી બેચ પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે.

AMCના એડિશનલ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન જોશીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “મણિનગરના એક રહેવાસી દ્વારા દેવ કુટીર એવન્યુના મહાલક્ષ્મી કોર્નર ખાતેના એક આઈસ્ક્રીમ પાર્લરમાંથી ખરીદેલ હેવમોર બ્રાન્ડ આઈસ્ક્રીમ - હેપ્પી કોન 80 મિલી - ખાતી વખતે ગરોળીની પૂછડી મળી આવ્યા હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ, દુકાનને સીલ કરવામાં આવી હતી કારણ કે તે સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ લાઇસન્સ પ્રાપ્ત નથી.”

Havmor ice cream lizard, Ahmedabad ice cream complaint
કંપનીના ઉત્પાદન એકમમાંથી એક નમૂનો લેવામાં આવ્યો છે અને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. (એક્સપ્રેસ ફોટો)
Advertisment

મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી માહિતી મુજબ, જ્યારે તે આઈસ્ક્રીમ કોન ખાતી હતી, ત્યારે તેને તેના મોંમાં કંઈક લાગ્યું અને તેને ખ્યાલ આવ્યો કે તે ગરોળીની પૂંછડી છે. આ ઘટનાની નોંધ લેતા AMCના અધિકારીઓએ જણાવ્યું કે મહિલાને અસ્વસ્થતા અનુભવાઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

વધુ તપાસ બાદ આ ચોક્કસ શ્રેણીનો આઈસ્ક્રીમ હેવમોર આઈસ્ક્રીમ પ્રાઇવેટ લિમિટેડ, GIDC નરોડા, અમદાવાદ ખાતે બનાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કંપનીના ઉત્પાદન એકમમાંથી નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી ચોમાસાનો થશે વિધિવત પ્રારંભ, જાણો આગામી 5 દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે

વધુમાં નિવારક પગલાં તરીકે જાહેર આરોગ્યના હિતમાં ઉત્પાદન એકમને બજારમાંથી સમગ્ર બેચ નંબરનું ઉત્પાદન પાછું ખેંચવા માટે નોટિસ આપવામાં આવી છે, અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ ડૉ. જોશીએ ઉમેર્યું હતું.

આગામી દિવસોમાં AMC દ્વારા ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, ડેરી ઉત્પાદનો, વિવિધ પ્રકારની મીઠાઈઓ, ઘી, ખાદ્ય તેલ, સૂકા ફળો, પનીર, માખણ, ચીઝ અને નાસ્તાના ઉત્પાદનમાં સંકળાયેલા એકમોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત