Lok Sabha Election 2024 : ભાજપ પ્રચંડ જીત બાદ 2024ની તૈયારી કરી રહી, બનાવી રણનીતિ, નવા વર્ષથી કરશે આ કામ

Lok Sabha Election 2024 : ગુજરાત (Gujarat) ભાજપ (BJP) ની ટીમ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં લાગી ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election Result) માં આપેલા વચનો પુરા કરવા બનાવી રણનીતિ.

Updated : January 02, 2023 14:34 IST
Lok Sabha Election 2024 : ભાજપ પ્રચંડ જીત બાદ 2024ની તૈયારી કરી રહી, બનાવી રણનીતિ, નવા વર્ષથી કરશે આ કામ
ગુજરાત ભાજપાએ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી

પરિમલ ડાભી : સતત સાતમી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત (Gujarat Election Result ) વાની સાથે, ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ચૂંટણી પરિણામો પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) હવે રાજ્યની જનતાને આપેલા વચનોને પૂર્ણ કરવા માટે એક એક્શન પ્લાન પર કામ કરી રહી છે.

ભાજપ ચૂંટણી વચનો પૂરા કરવાનું કામ કરશે

આગામી વર્ષમાં ભાજપ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “2023માં પાર્ટી માટે આગળનો રસ્તો ચોક્કસપણે ચૂંટણી દરમિયાન લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે કામ કરવાનો રહેશે. આ વર્ષે અમારી પાર્ટી અને સરકાર, ગુજરાત રાજ્યને એક ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા માટે કામ કરશે.

ભાજપના કાર્યકરોએ અહંકાર કર્યા વિના જમીન સાથે જોડાયેલા રહેવું જોઈએ

બીજેપી નેતાએ એમ પણ કહ્યું, “પાર્ટી રાજ્યમાં તેના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરશે. 156 બેઠકો જીતવી એ એક વિશાળ જનાદેશ છે જે શાસક પક્ષ તરીકેની મોટી જવાબદારી પણ કહી શકાય. જો કે, અમારો પ્રયાસ રહેશે કે, પક્ષના કાર્યકરો અહંકાર વગર જમીન પર રહે. એક શિસ્તબદ્ધ કેડર હોવાના કારણે ભાજપના કાર્યકરો માટે આ કોઈ મોટું કામ નથી.”

કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન

બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસ તેના સૌથી મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. 2017માં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, જેની સંખ્યા 2022માં ઘટીને માત્ર 17 થઈ ગઈ હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું, “જીત અને હાર રાજનીતિનો ભાગ છે. જોકે, આ વિધાનસભા ચૂંટણીનું પરિણામ અમારા માટે ચોંકાવનારું છે. અમને પાર્ટીના સંગઠનાત્મક માળખામાં અને ગુજરાતના લોકો સુધી પહોંચવાની રીતમાં મોટા ફેરફારોની જરૂર છે.

આ પણ વાંચોઆ વર્ષે ગુજરાતમાં રૂ. 5131 કરોડથી વધુનુ ડ્રગ્સ જપ્ત, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કડક તકેદારી

AAP 2024 અને 2027ની તૈયારીઓમાં વ્યસ્ત છે

પાંચ વિધાનસભા બેઠકો જીતીને ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવનાર આમ આદમી પાર્ટી (AAP) હવે રાજ્યમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે 2024ની લોકસભા ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. AAP નેતાએ કહ્યું, “અમે પહેલાથી જ 2024ની લોકસભા ચૂંટણી અને પછી 2027ની વિધાનસભા ચૂંટણી માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમે ભલે માત્ર પાંચ ધારાસભ્યો હોઈએ, પરંતુ આવનારા દિવસોમાં તમે તેમને તેમના મતવિસ્તાર ઉપરાંત રાજ્યભરમાં મુદ્દા ઉઠાવતા જોશો.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ