Ahmedabad to Prayagraj Train: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં ડુબકી લગાવવા માટે ગુજરાતથી પણ અઢળક શ્રદ્ધાળુંઓ જઈ રહ્યા છે. ત્યાં જ ઘણા લોકો મહાકુંભમાં પહોંચવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ ધ્યાનથી જોઈ લો.
અમદાવાદથી મહાકુંભ મેળા ટ્રેનનું લિસ્ટ
ટ્રેનનું નામ ટ્રેન ઉપડવાનો સમય ટ્રેન પહોંચવાનો સમય મુસાફરીનો સમય ક્યારે ચાલે છે ભાડું અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ (ADI GKP EXP 19489) સવારે 9.10 વાગ્યે બીજા દિવસે સવારે 8.45 વાગ્યે 23.35 કલાક સોમવાર સિવાય બધા દિવસો સ્લીપર ક્લાસ: 565 રૂપિયાએસી 3 ટાયર રૂ. 1510એસી 2 ટાયર: 2,180 રૂપિયા ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ઓખા BSS SF એક્સપ્રેસ 22969) રાત્રે 11.15 વાગ્યે બીજા દિવસે રાત્રે 10.50 વાગ્યે 23.35 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 620 રૂપિયાએસી 3 ટાયર રૂ. 1630એસી 2 ટાયર: 2,335 રૂપિયાફર્સ્ટ ક્લાસ એસી રૂ. 3955 અમદાવાદ પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ADI PRYJ SFAST 22967) સાંજે 4.30 વાગ્યે બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે 24.20 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 650 રૂપિયાએસી 3 ટાયર: 1,700 રૂપિયાએસી 2 ટાયર: 2,440 રૂપિયા અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ (ADI આસનસોલ એક્સપ્રેસ 19435) બપોરે 12.35 વાગ્યે બીજા દિવસે સવારે 7.18 વાગ્યે 30.43 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા અમદાવાદ બરૌની એક્સપ્રેસ (ADI BJU EXP 19483) બપોરે 12.35 વાગ્યે બીજા દિવસે સવારે 7.18 વાગ્યે 30.43 કલાક ગુરુવાર સિવાય બધા દિવસો ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ (HWH ગર્ભા એક્સપ્રેસ 12937) રાત્રે 11.15 વાગ્યે બીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે 22.50 કલાક ફક્ત શનિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા અમદાવાદ પટના એક્સપ્રેસ (ADI PNBE એક્સપ્રેસ 19421) રાત્રે 9.40 વાગ્યે બીજા દિવસે રાત્રે 8 વાગ્યે 22.50 કલાક ફક્ત રવિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા વેરાવળ બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (બનારસ SF EXP 12945) બપોરે 1.45 વાગ્યે બીજા દિવસે બપોરે 12.15 વાગ્યે 22.30 કલાક ફક્ત રવિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા અઝીમાબાદ એક્સપ્રેસ (અઝીમાબાદ એક્સપ્રેસ 12947) રાત્રે 9.50 વાગ્યે બીજા દિવસે રાત્રે 9.25 વાગ્યે 23.35 કલાક ફક્ત સોમવાર-બુધવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા અમદાવાદ જંઘાઈ સ્પેશિયલ ટ્રેન (ADI JNH સ્પેશિયલ 09403) રાત્રે 9.15 વાગ્યે બીજા દિવસે બપોરે 1 વાગ્યે 27.50 કલાક ફક્ત બુધવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર રૂ. 2550. પારસનાથ એક્સપ્રેસ (પારસનાથ એક્સપ્રેસ 12941) રાત્રે 10.50 વાગ્યે બીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે 22.50 કલાક ફક્ત મંગળવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળા 2025 માટે પશ્ચિમ વિભાગ ગુજરાતમાંથી 7 પેર સ્પેશિયલ ટ્રેન દોડાવી રહ્યું છે. આ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ થઇ ગયું છે.
આ પણ વાંચો: જ્યારે હિંદુ ધર્મની રક્ષા માટે હજારો નાગા સાધુઓએ યુદ્ધ લડ્યું, જાણો નાગા સાધુઓનો ઈતિહાસ
મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નામ
- ઉધના – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09031/09032
- વલસાડ – દાનાપુર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09019/09020
- વાપી – ગયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09021/09022
- વિશ્વામિત્રી – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09029/09030
- સાબરમતી – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413/09414
- સાબરમતી – બનારસ વાયા ગાંધીનગર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09421/09422
- ભાવનગર – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09555/09556
પ્રયાગરાજ માટે અમદાવાદથી દરરોજ AC વોલ્વો બસ
ગુજરાતના શ્રદ્ધાળુંઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડે છે. જેમાં શ્રદ્ધાળુંઓને 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ મળે છે, જેમાં પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8100 છે. આ સેવાનો પ્રારંભ તા.27 જાન્યુઆરીથી થઈ ગયો છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ મારફતે કરી શકાય છે