કંડલાની કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ટાંકી સાફ કરતા 5 કામદારોના મોત

ફેક્ટરીમાંથી પાંચેય કામદારોના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મૃતકોમાંથી ચાર ગુજરાત બહારના છે અને એક પાટણ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ કંપની ખાતે પહોંચ્યા છે.

Written by Rakesh Parmar
October 16, 2024 15:03 IST
કંડલાની કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ટાંકી સાફ કરતા 5 કામદારોના મોત
કેમિકલ ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે આ મોત થયા છે. (તસવીર: emami company)

Kandla accident: કંડલામાં કેમિકલ ફેક્ટરીમાં આજે અકસ્માતમાં 5 કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ઈમામી કંપનીમાં થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેમિકલ ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે આ મોત થયા છે.

ફેક્ટરીમાંથી પાંચેય કામદારોના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મૃતકોમાંથી ચાર ગુજરાત બહારના છે અને એક પાટણ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ કંપની ખાતે પહોંચ્યા છે. અત્યાર સુધી મીડિયાને કંપનીની અંદર જવા માટે એન્ટ્રી આપવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે કચ્છમાં શ્રમ વિભાગની બેદરકારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

કંપની પર બેદરકારીનો આરોપ

કંપની પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાંચેય મૃતકોના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. પ્રશાસન અને પોલીસની ટીમ તપાસ માટે સ્થળ પર હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે કામદારો સફાઈ માટે ટાંકીમાં ઉતર્યા ત્યારે ઝેરી ગેસને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ