ગુજરાત હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે મંગળવારે રાજ્ય સરકાર પાસેથી રાજ્યમાં ચાઈનીઝ ટુક્કલ અને પતંગની દોરી પરના પ્રતિબંધને લાગુ કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે મામલે જવાબ માંગ્યો હતો.
કોર્ટે પ્રતિબંધના અસરકારક અમલની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી.
2017 માં, ગુજરાત હાઈકોર્ટની બેન્ચે કેટલાક નિર્દેશો જાહેર કર્યા હતા, જેમાં રાજ્યને કહ્યું હતું કે, “નાયલોન દોરી (ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ માંજા) અને કાચ સાથે કોટેડ દોરીના અન્ય કોઈપણ સામગ્રીના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગને રોકવા માટે તમામ સંભવિત પગલાં લેવા. “. પતંગ ઉડાડવાના હેતુસર સિન્થેટીક દોરીનું ખરીદ-વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો”.
રાજ્યએ 2016 માં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકતા પરિપત્રો બહાર પાડ્યા હતા અને સંબંધિત પોલીસ અધિકારક્ષેત્ર હેઠળ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) ની કલમ 144 હેઠળ સમયાંતરે સૂચનાઓ બહાર પાડી હતી, આવા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જો કે, અરજદાર પંકજ બુચે મંગળવારે તેમના એડવોકેટ એનએમ કાપડિયા મારફત કોર્ટને માહિતી આપી હતી કે, “આ નિર્દેશો (2017માં કોર્ટ દ્વારા) કાગળ પર છે, તેનો કડક અમલ નથી.
કાપડિયાની રજૂઆતોને પગલે, મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ એ.જે. શાસ્ત્રીની બેન્ચે સહાયક સરકારી વકીલને મૌખિક રીતે પ્રશ્ન કર્યો હતો કે, રાજ્ય 2016ના પરિપત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કેવી રીતે લાગુ કરે છે, અને કેવી રીતે અમલ કરાવે છે.
કોર્ટે કહ્યું, એક-બે મહત્વના (ટ્રાફિક) જંકશનને બાદ કરતાં… “મેં ક્યારેય કોઈ ટ્રાફિક જંકશન પર પોલીસને જોઈ નથી – કોર્ટથી ઘર અને ઘરથી કોર્ટ સુધી. છેલ્લા એક વર્ષ અને બે મહિનામાં, મેં ક્યારેય એક પણ પોલીસ મોટરસાયકલ પેટ્રોલિંગ કરતી જોઈ નથી… તમે સમગ્ર રાજ્ય માટે એક એક્શન પ્લાન લઈને આવો જેથી કંઈક કરી શકાય. માત્ર પરિપત્ર બહાર પાડવા પૂરતા નથી, તેનો અમલ થવો જોઈએ. અમે જાણવા માંગીએ છીએ કે તમે તેનો અમલ કેવી રીતે કરો છો.
આ પણ વાંચો – ગુજરાતમાં શાકભાજીના ભાવ તળીયે, બમ્પર પાક, ઠંડીનું મોજુ, પાંચ-સાત વર્ષમાં આ સૌથી નીચા દર
આ મામલાની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે.