/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Surat-Gas-cylinder-blast.jpg)
સુરતમાં ઘરેલુ ગેસ સિલિન્ડરથી ગેસના રિસાવના કારણે આ ઘટના બની હતી.
Surat Gas cylinder blast: સુરતથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ઘરમાં ગેલ લીકેજ થયા બાદ ભીષણ ધડાકો થયો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકો દાઝી ગયા હતા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક વ્યક્તિ ચોથા માળે વોશરૂમમાં બેઠેલો હતો પરંતુ બ્લાસ્ટના કારણે દિવાલ તૂટી ગઈ અને તે ત્રીજા માળે આવીને પડ્યો હતો.
શું છે સમગ્ર મામલો
સુરતમાં આજે સવારે ગેજ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં આગની ઝપેટમાં આવેલા એક જ પરિવારના 5 લોકો અને ઉપર રહેતો એક વ્યક્તિ આગમાં દાઝી ગયા હતા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ઘરનો સ્લેબ પણ તૂટી ગયો હતો. જેના કારણે ઉપર રહેતો વ્યક્તિ નીચે આવીને પડ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઘાયલોને સુરતની સરકારી હોસ્પિટલ અને બાજમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ખરેખરમાં સુરતમાં ઘરેલુ ગેસ સિલિન્ડરથી ગેસના રિસાવના કારણે આ ઘટના બની હતી. સવારે 6 વાગે સુરતના પૂણા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ઘરમાં આગ પણ લાગી ગઈ હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની પાછળની દિવાલથી લઈ સ્લેબ અને દરવાજા પણ તૂટી ગયા હતા. સ્લેબ તૂટી જતા ઉપરના માળે સવારે વોશરૂમમાં ગયેલો વ્યક્તિ નીચે આવીને પડ્યો. આ દરમિયાન તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવીને ઘાયલોને સરકારી હોસ્પિટલ સારવાર અર્થે મોકલ્યા. જોકે બાદમાં પરિવારની માંગ પર ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં બન્યો ચોંકાવનારો કિસ્સો, મોબાઈલને લઈ ઠપકો આપતા 14 વર્ષની દીકરીએ ભર્યું ભયાનક પગલું
સુરતના પુણા ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ભૂપેન્દ્ર સિંહ રાજે જણાવ્યું હતું કે ઘરમાં રાખેલી ગેસની બોટલ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. હરિકૃષ્ણ સોસાયટીમાં ત્રીજા માળે આવેલા મકાનની અંદર સવારે ગેસ લીકેજ થયો હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઘરના એક સભ્યએ લાઈટ ચાલુ કરી. આ અકસ્માત ફ્લેશ ફાયરને કારણે થયો હોઈ શકે છે. આગમાં ગેસનો બાટલો ફાટતો નથી, પરંતુ બોટલની પાઇપમાંથી ગેસ લીકેજ થવાને કારણે તે આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. ઘરમાં કોઈએ લાઈટ ચાલુ કરી હશે અથવા માચીસ સળગાવી હશે, જેના કારણે સ્પાર્ક થયો હશે. જેના કારણે વિસ્ફોટ થયો હતો. ઘરના તમામ સભ્યો (3 બાળકો અને માતા-પિતા) અને ચોથા માળે વોશરૂમમાં બેઠેલ વ્યક્તિ ઘાયલ થયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us