Gopal Namkeen factory Fire: રાજકોટમાં આવેલી મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં ફેક્ટરીમાં દોડધામ મચી જવા પામી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરી દેવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગ દ્વારા સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આગ પર કાબૂ મેળવી શકાયો નથી. જોકે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાની થઈ નથી.
તમને જણાવી દઈએ કે, ગોપાલ નમકીનની ફે્કટરીમાં દરરોજ 400 થી વધુ કામદારો કામ કરે છે પંરતુ આજે આ ફેક્ટરીમાં બુધવારના દિવસે રજા હોવાથી ઓછા કામદારો હતા. આગ લાગવાની જાણ થતા જ આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ફાયર વિભાગના કર્મચારીઓને મદદ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરો પણ દોડાવવાની ફરજ પડી છે.
આ પણ વાચો: ધારાસભ્ય કિરીટ પટેલનો શિક્ષણમંત્રીને પત્ર, પાટણમાં ખેતરોમાં નકલી યુનિવર્સિટી બની ગઈ
ગોપાલ નમકીનની ફે્કટરીમાં આગ કેમ કરતા લાગી તે વિશે હજુ સુધી કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અને છેલ્લા 2 કલાકથી ફેક્ટરીની ચારેય બાજુથી પાણીનો મારો કરાય રહ્યો છે છતા આગ પર કાબૂ મેળવી શકાયો નથી, જેનું મુખ્ય કારણ ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને ખાનગી ટન્કરની પણ મદદ લેવામાં આવી રહી છે.