ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં ગરમી અને હિટવેવને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. એવું કહેવું ખોટું નહીં હોય કે રાજ્યમાં ભીષણ ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે. રાજ્યના મોટા ભાગના શહેરોનું તાપમાન 40 પાર પહોંચી ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ગરમી હજુ વધશે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલનો મહિનો માર્ચ મહિના કરતા વધુ ગરમ હશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે 20 એપ્રિલથી તાપમાન વધવાની સંભાવના છે. 26 મે સુધીમાં વાવાઝોડાની સંભાવના છે. માટે આ વર્ષે અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન વધશે. કચ્છમાં હવાની સાથે ગરમીની સંભાવના છે.
આ પણ વાંચો: હવે અમદાવાદથી રાજકોટ ફટાફટ પહોંચી જવાશે, સમયની સાથે પૈસાની પણ થશે બચત
હવામાન વિભાગ અનુસાર, આજથી બે દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગે કચ્છમાં લૂ માટે એલર્ટ આપ્યું છે સાથે જ આગાની 5 દિવસ સુધી આખા રાજ્યમાં અસહ્ય સ્થિતિની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અમરેલી, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વડોદરા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની સંભાવના છે. ત્યાં જ આણંદ, અરવલ્લી, બોટાદ, દાહોદ, જૂનાગઢ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા સહિત ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની સંભાવના છે. બીજી તરફ અમદાવાદ, બનાસકાંઠા, ડાંગ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની સંભાવના છે.





