Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાં જ રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. IMD એ 17 થી 19 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં વીજળી પણ પડી શકે છે. ત્યાં જ વરસાદને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તથા સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે.

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે. તથા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે.
બોટાદના બરવાળામાં સાડા પાંચ ઈંચ વરસાદ
તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ મેઘકહેર જોવા મળ્યો છે. બોટાદના બરવાળામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો તથા ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી દેખાયા છે. ત્યાં જ રોડ અને રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
આ પણ વાંચો: ભાવનગરના સિહોરમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ તણાયા વાહનો, જુઓ વીડિયો
ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ
રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઘણી જગ્યાએ પાણીનું સ્તર અચાનક વધવાને કારણે મુસાફરોથી ભરેલી બસ પાણીમાં ફસાઈ ગઈ, જ્યારે મહુઆમાં કમર સુધી પાણીમાં ફસાયેલા શાળાના બાળકોને બચાવી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ત્યાં જ છોટા ઉદેપુરમાં મુશળધાર વરસાદને કારણે ત્રણ મકાનો ધરાશાયી થયું છે. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. ત્યાં જ અમદાવાદમાં વીજળીના કરંટથી એક વ્યક્તિના મૃત્યુના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ છે, જ્યાં મુશળધાર વરસાદની સંભાવના છે.





