ધારાસભ્ય કિરીટ પટેલનો શિક્ષણમંત્રીને પત્ર: પાટણમાં ખેતરોમાં નકલી યુનિવર્સિટી બની ગઈ

Fake University in Patan: રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ. કે યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે.

Written by Rakesh Parmar
December 11, 2024 16:42 IST
ધારાસભ્ય કિરીટ પટેલનો શિક્ષણમંત્રીને પત્ર: પાટણમાં ખેતરોમાં નકલી યુનિવર્સિટી બની ગઈ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નકલી યુનિવર્સિટી મામલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. (તસવીર: Dr. Kirit C. Patel/FB)

Fake University in Patan: રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ. કે યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે. તેણે આ મામલે એક પત્ર લખ્ચો છે અને સરકારને જણાવ્યું છે કે, પાટણ ખાતે એમ. કે. યુનિવર્સિટીના નામે ફાર્મ હાઉસનો શેડ બનેલો છે. આ યુનિવર્સિટીનો ભાગીદાર રાજસ્થાનમાં નકલી ડિગ્રી વેચવાના કેસમાં જેલમાં બંધ છે માટે રાજ્ય સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આવી યુનિવર્સિટીઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડે છે અને રાજ્ય સરકાને પણ તેના કારણે સાંભળવાનો વારો આવે છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે,”રાજ્યમાં યુવાનોને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે. પરંતુ રાજ્યમાં ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જે યોગ્ય સ્ટાફ કે ઇન્ફાસ્ટ્રક્ચર ધરાવતા નથી જેના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે પણ સાથેસાથે સરકારની પણ ટીકા થાય છે. આવી બાબત પાટણ ખાતે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા 2023 માં મંજૂર કરેલ ખાનગી એમ. કે. યુનિવર્સિટીની છે. આ બાબતે મેં વારંવાર વિધાનસભામાં પણ અને આપશ્રીને પણ રજૂઆત કરેલ છે. આ યુનિવર્સિટી આરંભથી જ વિવાદમાં રહી છે. જે અંગે શિક્ષણના હિતમાં મારી રજૂઆત નીચે મુજબ છે.”

આ પણ વાંચો: સુરત હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવી મંદી આવી કે બાળકોનું ભણતર છૂટ્યુ!

(1) એમ કે યુનિવર્સિટી માટે ગુજરાત સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું તેમાં એમ કે: યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા, પાટણ દર્શાવેલ છે.(2) UGC એ જે મંજૂરી આપી તેમાં પણ એમ. કે. યુનિવર્સિટી, પાટણનું સરનામું હનુમાનપુરા, પાટણ છે.(3) પરંતુ અમે આ સાથે રજૂ કરેલ ગૂગલ ટેગ સાથેના તારીખ 12/9/2024ના ફોટા જોતાં ઉપર 1 અને 2માં દર્શાવેલ બને સરકારી રેકર્ડમાં અધિકૃત રીતે જાહેર થયેલ સ્થળે એમ કે. યુનિવર્સિટીનું માત્ર બોર્ડ દેખાય છે. ખાનગી યુનિવર્સિટી હોવા માટેના કોઈ ભવનો કે અન્ય સુવિધાની જગ્યાએ માત્ર ખેતપેદાશ સંગ્રહ માટેના ગોડાઉન જેવા એ મકાન છે. જે ખાનગી યુનિવર્સિટીની શરતોમાં હોવા જેવા દેખાતા નથી. આ જગ્યા પણ કાયદાની જોગવાઈ મુજબ યુનિવર્સિટી માગનાર ટ્રસ્ટના નામે છે કે નહિ તે તપાસનો વિષય છે.

શું ગુજરાતમાં નકલી જકાતનાકા, નકલી કોર્ટ, નકલી ડૉકટર પછી ખેતરોમાં નકલી યુનિવર્સિટીઓ પણ બનવા લાગી છે?

UGC ના નિયમો મુજબ નવી યુનિવર્સિટીઓ કેમ્પસ પણ બનાવી શકે નહિ માટે જાહેરનામાના સ્થળે યુનિવર્સીટી ન હોવી એ પ્રજા સાથે સીધી છેતરપિંડી છે. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે તાજેતરમાં આ એમ. કે. યુનિવર્સિટી, પાટણમાં રાજસ્થાનના જિતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. આજ જિતેન્દ્ર યાદવ સનરાઈઝ યુનિવર્સિટી, રાજસ્થાનના માલિક છે જેમની રાજસ્થાન SOG પોલીસે ફર્જી ડીગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી છે.

આમ, ગુજરાતની પ્રજાના હિતમાં શિક્ષણનો વેપાર અને નકલી ડિગ્રી વેચનારા ગુજરાતમાં પોતાનો પાયો મજબૂત તે પહેલાં આવી યુનિવર્સિટીને મંજૂરી કેવી રીતે મળી, યુનિવર્સિટી મંજૂરી અગાઉ કયા ઉચ્ચ અધિકારીઓએ શું અહેવાલ આપ્યા તેની CID ક્રાઇમ મારફતે તપાસ થાય તે જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ