ગુજરાતમાં આ તારીખથી ચોમાસાનો થશે વિધિવત પ્રારંભ, જાણો આગામી 5 દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ત્યાં જ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે.

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ત્યાં જ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Monsoon 2025, IMD, ચોમાસુ, વરસાદની આગાહી

(તસવીર: IMDAhmedbad/X)

Gujarat Monsoon 2025: ગુજરાતના કેટલાક ભાગોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ત્યાં જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 14 મેના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના ડાંગ જિલ્લાના આહવા અને સુબેર પંથકમાં હળવો વરસાદ પડ્યો છે. ત્યાં જ વલસાડના ઉમરગામમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે અને બોટાદના રાણપુરા ગામે પણ વરસાદી ઝાપટું પડ્યું છે.

Advertisment

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ત્યાં જ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાની યલો ચેતવણી જારી કરી છે. આ સમય દરમિયાન આ જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાશે.

15 મેના રોજ વરસાદની આગાહી

,

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા વહેલું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે 4 દિવસ વહેલું, 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ઝડપથી સમગ્ર રાજ્યને આવરી લેશે.

ચોમાસું ગુજરાતી ન્યૂઝ વરસાદ અમદાવાદ ગુજરાત