મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જશીટ દાખલ, ઓરેવાના MD જયસુખ પટેલના નામ આરોપી તરીકે

Morbi Bridge Collapse Case : Orewa MD જયસુખ પટેલ (Jaysukh Patel) ને આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યો છે કારણ કે મોરબી બ્રિજના સમારકામ, સંચાલન અને સંચાલન સંબંધિત તમામ વ્યવહારો અને વાટાઘાટો તેમના સીધા કાર્યક્ષેત્રમાં હતા. બીજી તરફ મોરબી પોલીસે (Morbi Police) ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત નવ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. નવ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે, જ્યારે જયસુખ પટેલ ફરાર છે

Written by Kiran Mehta
Updated : January 27, 2023 18:02 IST
મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જશીટ દાખલ, ઓરેવાના MD જયસુખ પટેલના નામ આરોપી તરીકે
મોરબી બ્રિજ દુર્ઘટના

Morbi Bridge Collapse Case: ગુજરાતની મોરબી પોલીસે શુક્રવારે (27 જાન્યુઆરી, 2023) મચ્છુ નદી પરના ઝૂલતા પુલના તુટી જવાના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઓરેવા ગ્રૂપ (ઓરેવા)ના અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (એએમપીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું નામ ગેર ઈરાદે હત્યા માટે ચાર્જશીટમાં રાખવામાં આવ્યું છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર આરોપીઓને 30 જાન્યુઆરીએ ચાર્જશીટની કોપી મળશે.

1,200 પાનાની ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસે ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત નવ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. નવ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે, જ્યારે જયસુખ પટેલ ફરાર છે અને 13 જાન્યુઆરીએ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તપાસ સાથે સંકળાયેલા એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે, પટેલ દેશ છોડીને ગયા નથી.

તપાસ ટીમના જણાવ્યા મુજબ, જયસુખ પટેલને આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યો છે કારણ કે મોરબી બ્રિજના સમારકામ, સંચાલન અને સંચાલન સંબંધિત તમામ વ્યવહારો અને વાટાઘાટો તેમના સીધા કાર્યક્ષેત્રમાં હતા. મોરબીના ઓરેવાના પરિસરમાંથી મળી આવેલા દસ્તાવેજોમાં આવા તમામ દસ્તાવેજો પર તેમની સહી દર્શાવવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, અંતિમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમો 304 (ગેર ઈરાદે હત્યા), 308 (ગેર ઈરાદે હત્યાનો પ્રયાસ) અને 114 (ગુના માટે ઉશ્કેરણી) હેઠળ “જવાબદાર એજન્સીઓ” વિરુદ્ધ FIR નોંધી છે.

આ પણ વાંચોMorbi tragedy : કેવી રીતે મોરબી નગરપાલિકા અને સરકાર મુશ્કેલીના સમયમાં પાણી પર પાળ બાંધવાનો પ્રયાસ કરી રહી

મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાથી 135 લોકોના મોત થયા છે

AMPL મેનેજર દીપક પારેખ અને દિનેશભાઈ દવે, તથા બે ટિકિટ બુકિંગ ક્લાર્ક, બ્રિજ પર તૈનાત ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને ગયા વર્ષે માર્ચ અને ઑક્ટોબર વચ્ચે બ્રિજનું સમારકામ અને જાળવણી કરનારા બે ખાનગી કોન્ટ્રાક્ટર સહિત નવ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થવાથી 135 લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ 150 વર્ષ પહેલા આધુનિક યુરોપીયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ પુલનું નિર્માણ કરાવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ