મોરબી દુર્ઘટના: 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, PMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

Morbi Bridge Collapse : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું- 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં

Written by Ashish Goyal
Updated : October 31, 2022 22:02 IST
મોરબી દુર્ઘટના: 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, PMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
મોરબી દુર્ઘટના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રાજભવનમા હાઇ લેવલ બેઠક યોજી હતી

Morbi Bridge Collapse: મોરબી દુર્ઘટના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રાજભવનમા હાઇ લેવલ બેઠક યોજી હતી. જેમાં રાહત બચાવ કામગીરી અને હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વિટ કર્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું.

આ પણ વાંચો – મોરબી દુર્ઘટના પછી ચર્ચામાં છે સસ્પેન્શન બ્રિજ, જાણો કેવી રીતે કરે છે કામ?

હું ભલે એકતા નગરમાં હોવ, પણ મારું મન મોરબીના પીડિતોમાં છે – પીએમ મોદી

કેવડિયામાં જનસભા સંબોધતા સમયે પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા. પીએમ મોદીએ ભાવુક થઇ મોરબી ઝુલતા પુલ હોનારતને લઇ સંવેદના વ્યક્ત કરી હતી. જે અંતર્ગત તેમણે કહ્યું હતુ કે, ‘હું ભલે એકતા નગરમાં હોય, પણ મારું મન મોરબીના પીડિતોમાં છે’. ‘હું આ ઘટનામાં મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું અને કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને સંભવિત તમામ પ્રકારની મદદ કરી રહી છે. પીએમ મોદીએ તેના ભાષણમાં વધુમાં કહ્યું હતું કે, ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર થઇ રહી છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે’.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ