ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારને ભારે ફટકો પડ્યો છે. આ અકસ્માત અંગે ગુજરાત સરકારને સતત પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા અને જવાબદારી નક્કી કરવા જણાવવામાં આવી રહ્યું હતું. જોકે હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, મોરબીમાં થયેલા અકસ્માતમાં રાજ્ય સરકારની કોઈ જવાબદારી નથી.
મોરબી અકસ્માત પર નીતિન પટેલે શું કહ્યું?
નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ કામ મોરબી નગરપાલિકાનું છે. આ એક જૂનો બ્રિજ હતો, તેને રિપેર કરવાનું અને પછી તેને લોકો માટે ખુલ્લો મુકવાનું કામ પાલિકા દ્વારા એક એજન્સીને આપવામાં આવ્યું હતું. આમાં સરકારની કોઈ ભૂમિકા નથી. સરકાર પાસેથી કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. આ રાજાઓના સમયનો પુલ હતો, જે અંગત ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો. તે પ્રવાસીઓના દૃષ્ટિકોણથી ખોલવામાં આવ્યો હતો. તેને રિપેર કરવા માટે રૂપિયા 2 કરોડ આપવામાં આવ્યા હતા અને દિવાળી પછી તેને ખોલવામાં આવશે તેમ જણાવાયું હતું.
લોકોની પ્રતિક્રિયાઓ
નીતિન પટેલના આ જવાબ બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. @Politics_2022_ મને લાગ્યું કે આ માટે પણ નેહરુ જવાબદાર છે. @Raj_drrrk યુઝરે લખ્યું છે કે, જવાબદાર તો દેશની પ્રજા છે જે આવા ભ્રષ્ટ નેતાઓને ચૂંટે છે, જે પહેલા ભ્રષ્ટાચારથી જનતાની હત્યા કરે છે અને જવાબદારી લેવાથી છટકી જાય છે. સમગ્ર વિશ્વએ જોઈ લીધુ ભાજપનું ‘ભ્રષ્ટાચારનું ગુજરાત મોડલ’ જોયું છે. @IronmanRakesh યુઝરે લખ્યું કે, સાહેબ તમે નગરપાલિકાને કેમ દોષી કહી રહ્યા છો? મરવાવાળા મરે છે, પુલ હોય તો તે તૂટે. આમ પણ ભારતમાં દુર્ઘટનાથી અનેક લોકો મરે છે, જેને અમે ભગવાનની મરજી કહીએ છીએ, બોલી દો!
અરવિંદ કુમાર નામના યુઝરે લખ્યું કે, તો શું મોદીજીની જવાબદારી માત્ર ફીતા કાપવાની જ છે? @SSP2805 યુઝરે લખ્યું કે, રૂપિયો નથી ઘટી રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે. 12મા પછી ઈન્ટર્ન કરનાર આવા જ નિવેદનો આપે છે. @virenderpalhsrp યુઝરે લખ્યું કે, કેમ સીધું નથી કહેતા કે, જે લોકો મોરબી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પોતત-પોતાનું જોઈલો, કારણ કે જવાબદારી સરકારની હતી જ નહી, તો સરકાર પાસેથી કોઈ અપેક્ષા ન રાખો.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભાની ચૂંટણી સર્વે : મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી શું ભાજપને થશે નુકશાન?
તમને જણાવી દઈએ કે 30 ઓક્ટોબરે ગુજરાતના મોરબીમાં એક પુલ અકસ્માત થયો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં સ્થાનિક વહીવટીતંત્રની મોટી બેદરકારી હોવાની વાત કહેવામાં આવી રહી છે. પુલનું સમારકામ થયાના થોડા દિવસો બાદ પુલ તૂટી પડતા તેની જાળવણી કરતી કંપની સામે સવાલો ઉભા થયા હતા. વડાપ્રધાન મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી અને દુર્ઘટનામાં ઘાયલ લોકોને મળ્યા હતા.