સોહિની ઘોષ, ગોપાલ બી કાટેશિયાઃ 30 ઓક્ટોબર રવિવારની સાંજે બનેલી મોરબી પુલ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમાવી લીધો હતો. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. સ્વજનો ગુમાવનારા પરિવારજનોના આંખમાંથી હજી આંસુ સુકાતા નથી. દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત નીપજ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મૃતકો અને ઇજાગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે સહાયના ચેક વિતરણ પણ શરુ થઈ ગયા છે. જોકે, પરિવાર આખો વિખેરાય ગયેલા સ્વજનો ચેક વિતરણ સમયે પણ કલ્પાંત કરી રહ્યા છે.
મંગળવારની સવારે મોરબી શહેરથી આશરે 30 કિલોમિટર દૂર આવેલા નાના ખિજડિયા ગામમાં તંત્રના અધિકારીઓ 60 વર્ષીય હેમંતભાઈ પરમારના ઘરે પહોંચ્યા હતા. અધિકારીઓ જ્યારે 16 લાખ રૂપિયાનો ચેક આપવામા માટે હેમંતભાઈ પાસે પહોંચ્યા હતા ત્યારે તેઓ કર્કશ અવાજમાં કહ્યું હતું કે “જ્યારે મારો આખો પરિવાર નષ્ટ થઈ ગયો ત્યારે મારે આ રૂપિયાનું શું કરવું?” હેમંતભાઈએ મોરબી પુલ દુર્ઘટનામાં પોતાનો સૌથી મોટો પુત્ર 27 વર્ષીય ગૌતમભાઈ, પુત્રવધૂ ચંદ્રિકાબેન, નવ અને પાંચ વર્ષના બે પૌત્રને પણ ગુમાવ્યા હતા.
આ ઉપરાંત મોરબીના વાજેપાર વિસ્તારમાં 35 વર્ષીય આસિફભાઈ મકવાણા અને 55 વર્ષીય પ્રભુભાઈ ઘોઘાને પણ વળતરનો ચેક મળ્યો હતો. મોરબી પુલ દુર્ઘટનામાં મકવાણાના સાત વર્ષના પુત્ર અરશદ અને પ્રભુભાઈની 19 વર્ષી પુત્રી પ્રિયંકા સહિત પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચોઃ- મોરબી પુલ દુર્ઘટનાઃ સમારકામમાં ઘણી ખામીઓ – પોલીસે કોર્ટમાં જણાવ્યું, મેનેજરે કહ્યું – આ દૈવિય દુર્ઘટના
આસિફ મકવાણા અને પ્રભુભાઈ ઘોઘા છેલ્લા 30 વર્ષથી પાડોશી અને પારિવારિક મિત્ર રહ્યા છે. કરિયાણાની ખરીદીથી લઈ દરેક ચીજ વસ્તુ માટે એક સાથે જ રહેતા હોય છે. પ્રભુભાઈના પુત્ર વિક્રમે કહ્યું હતું કે “મારી બહેન પ્રિયંકા નાના અરશદને ખુબ જ પ્રેમ કરતી હતી. જ્યારે બંનેની લાશો મળી ત્યારે પ્રિયંકાએ અરશદની આંગળી પકડેલી હતી. મારી માતા પણ તેમની સાથે હતી પરંતુ સૌભાગ્યથી તે બચી ગઈ “
પુલ દુર્ઘટનામાં 29 વર્ષીય પત્ની શાહબાનો અને 62 વર્ષીય માતા મુમતાજને ગુમાવનાર આસિફભાઈએ જણાવ્યું હતું કે જ્યારે પુલની દેખરેક નગરપાલિકા કરી રહી હતી ત્યારે પુલ ઉપર માત્ર 50 લોકોને જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ પ્રવેશ અને બહાર જવા માટે નિયંત્રણ કરવામાં આવતું હતું.જોકે, ખાનગી કંપનીને આ પુલ ઉપર વધારેમાં વધારે લોકો મોકલવાની આઝાદી કોણે આપી હતી? આ ઉપરાંત 100 વર્ષો સુધી પુલની લાકડાના પાટિયા હતા ત્યાં સુધી કંઈ થયું નહીં પરંતુ નવા પુલને ખોલવાના પાંચ દિવસમાં જ આટલી મોટી હોનારત થઈ ગઈ હતી. આનો શું મતલબ થાય?
વિક્રમભાઈ જણાવે છે કે દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને સ્થાનિક માછીમારો દ્વારા બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે પોતાની નાવડીઓ લઈને આવ્યા હતા. જ્યાં સુધી તંત્ર પહોંચે ત્યાં સુધી અનેક લોકોના મોત થઈ ચૂક્યા હતા. ત્યારબાદ મંત્રી આવ્યા અને તંત્ર તેમની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતું. પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો વચ્ચે એક સમાન્ય ધારણા એ છે કે મોટા લોકોના બદલે નીચલા સ્તરના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- મોરબી પુલ દુર્ઘટનાઃ લાઇવ શોમાં અજય આલોકે કહ્યું “લાશો પર રાજનીતિ ન થવી જોઈએ”, PM મોદીનો જૂનો વીડિયો થયો ટ્રોલ
વિક્રમે વધુમાં જણાવ્યું હતું કે “ઓરેવાના માલિકની ધરપકડ કરવામાં ન આવી. નગર પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે તેમને એ વાતની જાણકારી ન્હોતી કે ફિટનેસ સર્ટિફિકેટ વગર જ પુલ ખોલવામાં આવ્યો છે. પરંતુ એવું કેવી રીતે શક્ય છે કે ઓરેવાએ આટલી મોટી જાહેરાત કરી હતી. તંત્ર પુલની ડિઝાઈન કરનાર લોકોને જવાબદાર ઠેરવવા માંગે છે.”
મોરબી જિલ્લા આપદા નિયંત્રણ મામલાના મામલતદાર પ્રભારી એચ આર સંચાલાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રત્યેક મૃતકના પરિવાજનોને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે જ્યારે પ્રત્યેક ઘાયલને 50,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 135 મૃતકોના પરિવારજનોને વળતરના ચાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. અમે 5.4 કરોડ રૂપિયાની રાહત રમક ચૂકવી છે.





