મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં 40થી વધુ નિર્દોષ નાગરીકોના મોત થયા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. તો સ્થાનિકો, સામાજિક, રાજકિય કાર્યકરો, નેતાઓ, પોલીસ ટીમ સહિત તત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તો મૃતકોની ડેડ બોડી બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા.
નિર્દોષ નાગરીકના મોત માટે જવાબદાર કોણ?
મોરબી ઝુલતો પુલ તૂટવાની ઘટનામાં 40થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દર્દથી કણસી રહ્યા છે. કેટલાએ લોકોએ પોતાના પરિવારના સભ્યોના જીવ ગુમાવ્યા છે, કોઈએ માતા, તો કોઈએ પિતા, તો કોઈએ પોતાનું વ્હાલસોયું બાળક ગુમાવ્યું છે. તો કોઈએ પોતાનો ભાઈ કે બહેન ગુમાવ્યા. હવે મહત્તવની વાત એ છે કે, નિર્દોષોના મોત પાછળ જવાબદાર કોણ?
રાજ્ય સરકાર દ્વારા મોરબી દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના કેવી રીતે સર્જાઈ, કોની ભૂલ છે? શું રિનોવેશન કરવામાં કોઈ ગડબડ કરવામાં આવી છે? શું ગુણવત્તાનું સર્ટીફિકેટ કોણે આપ્યું? કોની પરવાનગીથી પુલ ખુલ્લો મુકવામાં આવ્યો? વગેરે વગેરે અનેક પ્રશ્નો લોકો તંત્રને પુછી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, જેમાં પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
તપાસ કમિટીમાં કોણ કોણ હશે
રાજ્ય સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરી દુર્ઘટના માટે કોણ જવાબદાર તેનો રિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં (1) રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, (2) કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, (3) ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, (4). સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન, (5).સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ સભ્યો કમિટીમાં હશે. આ લોકો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે.
આ પણ વાંચો – મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના Live Update: 60ના મોતની આશંકા, મચ્છુ નદીનું પાણી કાઢવાની કામગીરી શરૂ
ઉલ્લેખનીય છે કે, મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ તેના પાંચ દિવસ પહેલા જ બ્રિજનું રિનોવેશન કરી પ્રજા માટે તેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે પુલ હમણાં જ રિનોવેશન કરાયો તો તૂટી કેમ ગયો? શું પુલની ગુણવત્તા તપાસવામાં આવી હતી? મોટી સંખ્યામાં લોકો પુલ પર ગયા તો સિક્યોરિટી ગોઠવવામાં આવી હતી? શું પુલ પર જવા લોકોની કેપિસિટી નક્કી કરવામાં આવી હતી?