scorecardresearch

ગુજરાત હાઈકોર્ટનો સરકારને આદેશ, રાજ્યના તમામ પુલોના સર્વે કરો, પીડિત પરિવારને વળતર વધારવું જોઈએ

Morbi Tragedy Compensation : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં સુનાવણી, કોર્ટે ગુજરાત સરકાર (Gujarat Goverment) ને રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવાનો આદેશ આપ્યો, સાથે મોરબી દુર્ઘટનાના પીડિત પરિવારના વળતરમાં વધારાની પણ વાત કરી.

ગુજરાત હાઈકોર્ટનો સરકારને આદેશ, રાજ્યના તમામ પુલોના સર્વે કરો, પીડિત પરિવારને વળતર વધારવું જોઈએ
મોરબી દુર્ઘટના

Compensation To Morbi Tragedy: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તેના નિર્દેશોમાં કહ્યું છે કે, સરકારે તમામ પુલ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, જો નહીં તો તેનું સમારકામ કરાવો. કોર્ટે તમામ પુલનું લીસ્ટ પણ માંગ્યું છે અને તેમાંથી કેટલાની હાલત સારી-ખરાબ છે તે પણ જણાવવા કહ્યું છે. નિર્દેશ જણાવે છે કે, રિપોર્ટને પ્રમાણિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવો જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં પીડિત પરિવારો માટે વળતરની રકમ વધારવા માટે પણ કહ્યું છે.

કોર્ટે સરકારની શિથિલતાને ઠપકો આપ્યો હતો

ગુજરાત હાઈકોર્ટે વળતર આપવા મામલે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. અદાલતે જોયું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને આપવામાં આવેલ વળતર નજીવું હતું. કહ્યું કે વળતર વાસ્તવિક રીતે હોવું જોઈએ. યોગ્ય વળતર ચૂકવવું એ સમયની જરૂરિયાત છે. કોર્ટે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલોને આપવામાં આવતું વળતર પણ ઓછું છે. કોર્ટે રાજ્યને આ મામલે વિગતવાર સોગંદનામું દાખલ કરવા અને વળતર માટે નીતિ ઘડવાનું કહ્યું.

ધરપકડ કરાયેલા લોકોની જામીન અરજી નામંજૂર

અગાઉ, મોરબીની કોર્ટે બુધવારે પુલ તૂટી પડવાના કેસમાં ધરપકડ કરાયેલા નવમાંથી આઠ લોકોની જામીન અરજી ફગાવી દીધી હતી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીસી જોશીએ જણાવ્યું હતું કે, તેઓ નવમા આરોપી દેવાંગ પરમારની જામીન અરજી પર પછીથી આદેશ આપશે.

બ્રિટિશ યુગનો ‘ઝુલતો પુલ’ 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું કે, દીપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર, મનસુખભાઈ ટોપિયા, માધાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગોહિલ, દિલીપભાઈ ગોહિલ અને મુકેશભાઈ ચૌહાણની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. દેવાંગ પરમાર ‘દેવ પ્રકાશ ફેબ્રિકેશન’ના સહ-માલિક છે.

આ પણ વાંચોમાણસાના ભાજપા ઉમેદવાર જયંતિ પટેલ એક સમયે મજૂરી કરતા, નસીબ પલટાયું, અત્યારે 661 કરોડના માલિક

બ્રિજના કેબલ પર કાટ લાગી ગયો હતો, એન્કર પિન પણ તૂટી ગઈ હતી

ધરપકડ કરાયેલા લોકોમાં દીપક પારેખ અને ઓરેવા જૂથના અન્ય ત્રણનો સમાવેશ થાય છે જે પુલનું સંચાલન કરતા હતા. તેમની જામીન અરજીઓ સામે દલીલ કરતા, ફરિયાદ પક્ષે ફોરેન્સિક લેબ રિપોર્ટ સબમિટ કર્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે, કેબલ કે જેના પર આખો બ્રિજ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેને કાટ લાગ્યો હતો. કેબલને જમીન સાથે જોડતી એન્કર પિન તૂટી ગઈ હતી જ્યારે એન્કર પરના બોલ્ટ ત્રણ ઈંચ જેટલા ઢીલા હતા.

Web Title: Morbi tragedy compensation gujarat high court orders gujarat govt survey all bridges

Best of Express