Girnar lili parikrama 2024: જૂનાગઢમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા થાય છે. જૂનાગઢના જંગલોમાં આયોજીત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો સામેલ થાય છે. ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જેને હિમાલયના દાદા માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, ગિરનાર પર્વતની ચારેય તરફ 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે. આ કારણે જ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે પહોંચે છે.
આ પરિક્રમાને ગિરનારની લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે જેને ખુબ જ મુશ્કેલ યાત્રા માનવામાં આવે છે. રસ્તામાં જંગલથી ઘેરાયેલ વિસ્તાર પણ આવે છે અને આ જંગલામાં સિંહ અને દીપડાઓ પણ રહે છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે, શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલનારા તીર્થયાત્રી પર ક્યારેય કોઈ જંગલ પ્રાણીએ હુમલો કર્યો નથી અને તેમને જંગલમાં ક્યારેય કોઈ અડચણનો સામનો કરવો પડ્યો નથી.
ગિરનારની લીલી પરિક્રમા જૂનાગઢના જંગલોમાં થાય છે, જે કાર્તક મહિનાની અગિયારસથી શરૂ થાય છે અને કાર્તકની પૂનમે સમાપ્ત થાય છે. આ વર્ષે 12 નવેમ્બર 2024ના રોજ લીલી પરિક્રમા શરૂ થઈ છે. આ પરિક્રમા 15 નવેમ્બર 2024 સુધી ચાલશે. લગભગ 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા પહાડો અને જંગલની વચ્ચેથી થઈ થાય છે જે ખુબ જ પડકારજનક હોય છે.
ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ
આ ધાર્મિક પરિક્રમાની શરૂઆત જૂનાગઢના ભવનાથમાં દુધેશ્વર મંદિરથી થાય છે. 36 કિમી લાંબી આ પરિક્રમા પથમાં ઘનઘોર જંગલમાંથી પસાર થવાનું હોય છે સાથે સાથે પહાડી ઉતાર-ચઢાવ પણ હોય છે, જેને પાર કરવાના હોય છે. આ યાત્રોનો પ્રથમ પડાવ જિના બાવાનું મંદિર અને તેના પછી ચંદ્ર મોલેશ્વરનું મંદિર છે. જે ભવનાથ મંદિરથી લગભગ 12 કિલોમીટર દૂર છે. આ પછી શ્રદ્ધાળુઓનું ગ્રુપ હનુમાન મંદિર અને સૂરજ કુંડ તરફ વધે છે જે જિના બાવની મઢીથી લગભગ 8 કિલોનીટર દૂર માલવેલ ઝીલ પાસે સ્થિત છે.
યાત્રાનો આ ભાગ ખુબ જ શાંતિદાયક હોય છે. જ્યાં શ્રદ્ધાળુંઓ પોતાના ઈશ્વરની ભક્તિમાં લીન નજર આવે છે. યાત્રાનો આગામી ભાગ માલવેળાથી બોરદેવી સુધીનો છે. પરિક્રમાનો 8 કિમીનો આ ભાગ ખુબ જ મુશ્કેલીભર્યો હોય છે જ્યાં ઉભા પહાડ પર ચઢવુ અને ઉતરવાનું હોય છે. જેને માલવેળાની ઘોટી કહેવામાં આવે છે. આ તમામ મુશ્કેલીભરી યાત્રાને પાર કરતા શ્રદ્ધાળુંઓ આખરે પરિક્રમાના છેલ્લા પડાવ બોરદેવી માતાના મંદિરે પહોંચે છે, જ્યાં આ પરિક્રમા પૂર્ણ થાય છે.
મંદિરન આસપાસો ઝીલો અને નદીઓ આ જગ્યાની સુંદરતામાં વધારો કરે છે. બોરદેવી માતાના મંદિરે પૂજા અર્ચના કરીને શ્રદ્ધાળુઓ ફરીથી 8 કિલોમીટરની ભવનાથ મંદિર સુધીની યાત્રા કરે છે, જેને પરિક્રમાને સંપૂર્ણ થવાનું પ્રતિક માનવામાં આવે છે.
લીલી પ્રરિક્રમાની પૌરાણિક માન્યતા
ધાર્મિત માન્યતાઓ અનુસાર ગિરનાર પર્વતની પરિક્રમા ત્રિદેવ મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ સહિત પાંચ પાંડવોએ પણ કરી છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર બોરદેવી મંદિર, જ્યાં આ પરિક્રમા સમાપ્ત થાય છે, ત્યાં દેવી સુભદ્રાની સાથે અર્જુનના લગ્ન થયા હતા. શ્રીકૃષ્ણએ પોતાની બહેન સુભદ્ર સાથે અર્જુનના લગ્ન કરાવવા માટે ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરી હતી. તેમણએ આ પરિક્રમા એકાદશીથી પૂર્મિમા વચ્ચે કરી હતી અને આખરે પૂનમના દિવસે દેવી સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થયા હતા.
અમદાવાદથી જૂનાગઢ કેવી રીતે પહોંચશો?
અમદાવાદથી જૂનાગઢ સુધી બે રીતે પહોંચી શકાય છે બસ અને ટ્રેન. ટ્રેનથી જૂનાગઢ પહોંચવામાં અમદાવાદીઓને 6.30 કલાકનો સમય લાગે છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, સોમનાથ એક્સપ્રેસ, પૂણે વેરાવળ એક્સપ્રેસ વગેરે ઘણી ટ્રેનો છે. જે અમદાવાદથી તમને જૂનાગઢ પહોંચાડી દેશે. આ સાથે જ બસથી અમદાવાદથી જૂનાગઢ પહોંચવામાં લગભગ 6 કલાકનો સમય લાગે છે. ટ્રેન અને બસ બંનેનું ભાડુ 280-300 રૂપિયાની આસપાસ થાય છે.