અમદાવાદ નજીકના નળ સરોવર પક્ષી અભયારણ્ય (NSBS) ખાતે સતત બે મહિના સુધી એક દુર્લભ પક્ષી મેકક્વિન્સ બસ્ટર્ડ અથવા હૌબારા બસ્ટર્ડને જોવામાં આવ્યું છે અને પક્ષી નિરીક્ષકો દાવો કરે છે કે તેઓએ બે અલગ-અલગ પક્ષીઓ જોયા છે.
એક વર્ષમાં રેડ-બ્રેસ્ટેડ હંસ અને માર્બલ ટીલ, બે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પ્રજાતિઓએ નળ સરોવરના સત્તાવાર રેકોર્ડમાં નોંધવામાં આવી, જે છીછરા પાણીના કુદરતી તળાવ, જેને રામસર સંમેલન દ્વારા આંતરરાષ્ટ્રીય મહત્વની આર્દભૂમી તરીકે નામિત કરવામાં આવ્યા છે.
સ્થાનિક પક્ષી પ્રેમી અને નળ સરોવરના કિનારે આવેલા વેકરિયા ગામના પ્રવાસી માર્ગદર્શક અકબર અવલાનીએ નવેમ્બરના બીજા સપ્તાહમાં વેટલેન્ડના પશ્ચિમ ભાગમાં સૌપ્રથમ હૌબારા બસ્ટર્ડને જોયુ. તેમણે અને તેમના મિત્રો અબ્દુલ મુલતાની, અનવર સમા અને કમરુદ્દીન અલવાનીએ 15 ડિસેમ્બરના રોજ અભયારણ્યના દક્ષિણ-પૂર્વ ભાગમાં બીજો બસ્ટર્ડ પણ જોયો.
32 વર્ષીય અકબર, જેઓ ભૂતકાળથી પક્ષી નિરીક્ષણ કરી રહ્યા છે, તેમણે કહ્યું, “અમે અભયારણ્યમાં વન વિભાગ દ્વારા આપવામાં આવેલ બર્ડ પેર્ચ્સ લગાવવા માટે નીકળ્યા હતા, જ્યારે મેં એક અસામાન્ય પક્ષી જોયું અને નજીકથી તપાસ કરતાં તે હોબારા બસ્ટર્ડ હોવાનું બહાર આવ્યું.” 15 વર્ષીય યુવાને કહ્યું, “પક્ષી સૂકી વનસ્પતિ સાથે વેટલેન્ડના સૂકા વિસ્તારમાં ભોજન લઈ રહ્યું હતું,”.
અકબર અને તેના મિત્રો બસ્ટાર્ડનો ફોટો પાડી શક્યા હતા, જેના ડાબા પગમાં 3824 નંબરની વીંટી હતી.
“આ વર્ષે નવેમ્બરમાં અમે જે બસ્ટર્ડ જોયું તે રિંગ્ડ બર્ડ નહોતું, જ્યારે 15 ડિસેમ્બરે અમે જે બસ્ટર્ડ જોવામાં આવ્યું, તેના પગમાં રિંગ હતી. તેથી, એવું લાગે છે કે બંને પક્ષીઓ અલગ-અલગ હતા,” અકબરે વધુમાં જણાવ્યું હતું કે, પછીના દિવસોમાં પક્ષીઓ જોવા મળ્યા ન હતા.
બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઑફ ગુજરાત (BCSG)ના પ્રમુખ બકુલ ત્રિવેદીએ આ દૃશ્યને “દુર્લભ” ગણાવ્યું હતું.
“નળ સરોવરમાં બસ્ટર્ડ જોવાનું દુર્લભ છે કારણ કે, અભયારણ્ય એક વેટલેન્ડ છે જ્યારે બસ્ટર્ડ ઘાસના મેદાનના પક્ષીઓ છે,” તેમણે કહ્યું. BCSG એ ગુજરાતના પક્ષીવિદો અને પક્ષી નિરીક્ષકોની સંસ્થા છે અને ફ્લેમિંગો નામનું સામયિક પ્રકાશિત કરે છે.
માનવામાં આવે છે કે, હૌબારા બસ્ટર્ડ શિયાળા દરમિયાન મધ્ય પૂર્વમાં તેમના સંવર્ધન વિસ્તારોમાંથી ભારતીય ઉપખંડમાં સ્થળાંતર કરે છે. ગુજરાતમાં, તેઓ સુરેન્દ્રનગર જિલ્લાની સાથે-સાથે કચ્છના નાના રણ (LRK)માં જોવા મળે છે. વાસ્તવમાં ગુજરાતનું કચ્છ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ, લેસર ફ્લોરીકન અને હૌબારા બસ્ટર્ડ એકસાથે જોવા મળે છે.
પક્ષીનિરીક્ષક ત્રિવેદી કહે છે કે, “પરંતુ નળ સરોવરમાં હૌબારા બસ્ટર્ડનું દર્શન એ ભૌગોલિક રીતે સંપૂર્ણપણે આશ્ચર્યજનક નથી, નળ સરોવર કચ્છના નાના રણનું વિસ્તરણ છે એમ કહી શકાય જ્યાં શિયાળા દરમિયાન આ પ્રજાતિના પક્ષીઓ સારી સંખ્યામાં જોવા મળે છે,”.
NSBS ના ઇન્ચાર્જ સહાયક વન સંરક્ષક (ACF) દીપક ચૌધરીએ પણ કહ્યું કે નળ સરોવરમાં બસ્ટર્ડ દુર્લભ છે.
આ પણ વાંચો – વડનગરમાં રસીકરણની ખામી વચ્ચે ઓરી રૂબેલાના 91 ‘શંકાસ્પદ’ કેસ નોંધાયા, કીટની અછતથી પરીક્ષણમાં વિલંબ
“જો કે, આ વર્ષે વેટલેન્ડમાં પાણીનું સ્તર તુલનાત્મક રીતે નીચું છે અને તેથી અભયારણ્યની અંદર એવા પેચ છે જે ઘાસના મેદાનના પક્ષીઓ માટે યોગ્ય છે,” ચૌધરીએ જણાવ્યું હતું કે, “તે પણ શક્ય છે કે પક્ષીઓ માત્ર થોડા સમય માટે જ અહીં રોકાયું બાદમાં અમારા સ્ટાફ દ્વારા જોવામાં આવ્યું ન હતું.