નવરાત્રી 2023 : છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 8 લોકોના મોત, યુવાનો હૃદય રોગનો ભોગ બનતા ચિંતા

Navratri 2023 : નવરાત્રી સમયમાં ગરબા રમતા હાર્ટ એટેક (Heart Attack) થી યુવાનોના મોત (Young death playing Garba) ના સમાચાર ચિંતાનો વિષય બન્યા છે, આ પહેલા ક્રિકેટ રમતા યુવાનોના મોત (Young death playing Garba) ના સમાચાર સામે આવ્યા હતા. હૃદય રોગથી મોતમાં યુવાનોની સંખ્યા વધી રહી છે.

Navratri 2023 : નવરાત્રી સમયમાં ગરબા રમતા હાર્ટ એટેક (Heart Attack) થી યુવાનોના મોત (Young death playing Garba) ના સમાચાર ચિંતાનો વિષય બન્યા છે, આ પહેલા ક્રિકેટ રમતા યુવાનોના મોત (Young death playing Garba) ના સમાચાર સામે આવ્યા હતા. હૃદય રોગથી મોતમાં યુવાનોની સંખ્યા વધી રહી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Heart Attack: કેમ સવારે વધારે હાર્ટ એટેક આવે છે? ધૂમ ફિલ્મના ડિરેક્ટર સંજય ગઢવીનું મોર્નિંગ વોક વખતે મોત થયું; ડોક્ટર પાસેથી જાણો હાર્ટ એટેકના કારણો અને બચવાના ઉપાયો

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત ચિંતાનો વિષય (પ્રતિકાત્મક તસવીર)

Navratri 2023 : નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ખેલૈયાઓ મનમુકીને ગરબે રમતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ખેડા તથા દ્વારકા જિલ્લાથી હાર્ટ એટેકથી યુવાનોના મોતના સમાચાર સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં આઠ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની સમસ્યા પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળી રહી હતી, પરંતુ કેટલાક સમયથી ભારતમાં યુવાનો પણ આનો આનો સતત ભોગ બની રહ્યા છે. તેમાં પણ કોરોના કાળ પછી યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધારે જોવા મળી છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, યુવાનોમાં હાર્ટ એટેકને પગલે યુવાનોમાં મોત વધતા રાજ્ય સરકારે પણ ગરબાના સ્થળો પર ખાસ આરોગ્ય સુવિધા ઉભી કરી છે. તો અનેક આયોજકોએ પણ ગરબાના સ્થળે મેડિકલ ટીમ અને સુવિધા રાખી છે. સરકારે હાર્ટ એટેકને લઈ ગાઈડલાઈન પણ જાહેર કરી છે. તો જોઈએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કોણ હાર્ટ એટેકથી મૃત્યું પામ્યું.

અમદાવાદમાં ગરબા રમતા એક યુવાનનું મોત

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા રવિ પંચાલ નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. કહેવાય છે કે, તે ગરબા રમતો હતો અને અચાનક ઢળી પડ્યો હતો, ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબરના પ્રથમ અઠવાડીયામાં જ હાર્ટ એટેકથી 63 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા.

વડોદરા શહેરમાં 2 લોકોના મોત

વડોદરા શહેરમાં પણ હાર્ટ એટેકથી 24 કલાકમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક માંજલુપર વિસ્તારમાં રહેતા 35 વર્ષિય જગદીશ પરમારનું હાર્ટ એેટેકથી મોત થયું છે, તો બીજી ઘટનામાં એક રિક્ષા ચાલકનું રિક્ષા ચલાવતા જ હાર્ટ એટેક આવ્યો હતો, અને સારવાર દરમિયાન મોત થયું છે.

Advertisment

રાજકોટ શહેરમાં બે અને જિલ્લામાં એકનું મોત

રાજકોટ જિલ્લામાંથી પણ બે લોકોના હાર્ટ એટેકથી મોતના સમાચાર મળી રહ્યા છે, જેમાં જિલ્લાના ધોરાજીમાં એક પરપ્રાતિય 28 વર્ષિય યુવાન શ્રમિક ભાદર ડેમના પાટિયાનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે ઢળી પડ્યો હતો, ત્યારબાદ તેને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. અચાનક ઢળી પડ્યો હતો. આ બાજુ રાજકોટ શહેરમાં પણ હાર્ટ એટેકથી બે મોત થયા છે, જેમાં પોપટરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન અચાનક હ્રદયરોગનો હુમલો આવતા સવાઈસિંહ હાલાજી નામના જવાનનું મૃત્યુ થયું હતું. તો શહેર રૈયા રોડ પર અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર જયેશ ઝાલાવડિયા હાર્ટ એટેક આવતા અચાનક બેભાન થઈ પડી ગયા હતા,જેમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

ખેડાના કપડવંજમાં એક યુવાનનું મોત

ખેડા જિલ્લાના કપડવંજમાં 17 વર્ષિય યુવકનું ગરબા રમતા રમતા મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજમાં વીર શાહ નામના યુવક કોલેજ ગ્રાઉન્ડમાં ગરબા રમી રહ્યો હતો અને અચાનક નીચે પડી ગયો અને નેતા નાકમાંથી લોહી નીકળવા લાગયું હતું, તેને તુરંત હોસ્પિટલ ખસેડવમાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. અચાનક જ નાકમાંથી લોહી નીકળતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે સારવાર કારગત નિવડે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ હતું. તમને જણાવી દઈએ કે, જાણીતા સમાજ સેવર રિપલ શાહે તેમનો યુવાન દીકરો ગુમાવી દીધો.

આ પણ વાંચો - ગુજરાત: એક-બે મહિનામાં જ ક્રિકેટ રમતા હાર્ટ એટકથી સાત યુવાનોના મોત, કેમ આવે છે હાર્ટ એટેક? શું કાળજી રાખવી?

દ્વારકાના ખંભાળિયામાં એકનું હૃદય રોગથી મોત

દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયામાં પણ હૃદયરોગના હુમલાથી એક વ્યક્તિનું મોત થયું છે, જેમાં ખંભાળિયાના મોટા આંબલા ગામે રહેતા 31 વર્ષિય આતિમભાઈનું કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું. આ સિવાય જિલ્લામાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા.

આ પણ વાંચો - world heart day : હાર્ટ એટેકે થી મોત ની ઘટનાઓ વધી, જો શરીરમાં તમને આ લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલ દોડો, બેદરકારી તમારા જીવને જોખમમાં મુકી શકે છે

કોણે ગરબા રમતા સાવધાની રાખવી જોઈએ

(1) ગરબા રમતા શરીરને પરિશ્રમ પડે છે, જેથી બ્લડ પ્રેશર, ડાયાબિટીશ હોય અથવા હૃદય સંબધિત બિમારી હોય તે લોકોએ ગરબા રમવાનું ટાળવું જોઈએ
(2) જે લોકોને બીપીની કે કોલેસ્ટ્રોલની દવા ચાલતી હોય તેમણે ગરબા રમતા પહેલા દવા નિયમીત લઈ લેવી જોઈએ.
(3) જો તમે રોજ કસરત ના કરતા હોવ અને ધુમ્રપાન કરતા હોવ તો, થાક લાગે ત્યારે શરીરને વધારે પરિશ્રમ ન આપવો અને ગરબા રમવાનું બંધ કરી, વચ્ચે વચ્ચે આરામ કરવો.
(4) ગરબા રમતા પહેલા બરપેટ ખોરક ન લેવો, અને વધારેમાં વધારે પાણી પીવુ જોઈએ
(5) વારંવાર પાણી, લીંબુ શરબત, નાળીયેર પાણી અથવા જ્યુશ પીવો જોઈએ
(6) જો ગરબા રમતા ચક્કર આવે, છાતીમાં ભાર લાગે, માથાનો દુખાવો થાય, ઉલ્ટી જેવું થાય, ગભરામણ થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય તો ડોક્ટર પાસે જવું

ગુજરાતી ન્યૂઝ ગુજરાત Express Exclusive navratri