ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
Rakesh Parmar
New Update
Thakor Samaj Constitution

ઠાકોર સમાજ માટે આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરાઈ Photograph: (સોશિયલ મીડિયા)

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે.

Advertisment

આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કર્યા બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું હતું. જે બાદ આજથી આ બંધારણ અમલમાં મુકાયું છે.

ઠાકોર સમાજ માટે આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરાઈ

સામાજિક પ્રસંગો પર ખર્ચ ઘટાડવા અને સમાજને શિક્ષણ તરફ દોરી જવા, ગરીબ અને શ્રીમંત પરિવારો માટે સમાન રિવાજો અને સમાન વર્તન સુનિશ્ચિત કરવા - સંવાદિતાની ભાવના સાથે - આ બંધારણ આજથી ત્રણેય જિલ્લાના ઠાકોર સમુદાય દ્વારા લાગુ કરવામાં આવશે અને અન્ય તમામ સમુદાયો માટે પ્રેરણારૂપ બનશે.

Banaskantha MP Geniben Thakor
આ સામાજિક સભા ગુજરાત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. Photograph: (સોશિયલ મીડિયા)
Advertisment

ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ

  • કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ.
  • લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રાખવી પડશે, જેમાં 10 વર્ષથી ઉપરનાં બાળકને પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે.
  • મરણપ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરાઈ.
  • મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં.
  • જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે એ રકમ શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવાનું.
  • બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ.
  • કન્યાને તેડવા જવાનો-આંણુ મુકવાનો રિવાજ સદંતર બંધ.
  • મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાને બદલે 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું
    સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિ જ જઈ શકશે.

વધુમાં આજની તારીખ, 4/1/2026, ઠાકોર સમુદાય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ભવિષ્યમાં સામાજિક પ્રવૃત્તિઓ અને બંધારણ દિવસની ઉજવણીના આયોજન માટે, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ વચ્ચે સ્થિત સદારામ ધામ ખાતે 25 વીઘાથી વધુ જમીન સંપાદિત કરવામાં આવશે. આ જમીન દાન તરીકે ઉદારતાથી આપનારા તમામ દાતાઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

Gujarat Banaskantha MP Geniben Thakor
આ સામાજિક સભામાં એક લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી Photograph: (સોશિયલ મીડિયા)

આ સામાજિક સભા ગુજરાત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં એક લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.

ગુજરાત બનાસકાંઠા