સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી પસાર થશે, આ સ્ટેશનો પર રોકાશે; જાણો રૂટ અને સમય

આ ટ્રેનમાં AC-2 ટાયર, AC-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09027 માટે ટિકિટ બુકિંગ 14 ડિસેમ્બરથી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

Written by Rakesh Parmar
Ahmedabad December 14, 2025 15:25 IST
સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી પસાર થશે, આ સ્ટેશનો પર રોકાશે; જાણો રૂટ અને સમય
Indian Railway : ભારતીય રેલવે. (Photo: Freepik)

ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈથી રાજસ્થાન માટે એક નવી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન ચાર રાજ્યોના અનેક જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, જે આ રાજ્યોના મુસાફરોને મોટી સુવિધા આપશે.

પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસ અને અજમેર વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. મુખ્ય જનસંપર્ક અધિકારી (મુખ્ય પીઆરઓ), વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, પશ્ચિમ રેલ્વેએ અજમેરમાં ઉર્સ ઉત્સવ માટે વધારાના મુસાફરોના પ્રવાહને સમાવવા માટે બાંદ્રા ટર્મિનસ અને અજમેર સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09027/09028 બાંદ્રા ટર્મિનસ – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ): ટ્રેન નંબર 09027 બાંદ્રા ટર્મિનસ – અજમેર સ્પેશિયલ 22 અને 25 ડિસેમ્બર, સોમવાર અને ગુરુવારના રોજ બપોરે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7:20 વાગ્યે અજમેર પહોંચશે. ત્યાં જ ટ્રેન નંબર 09028 અજમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 23 અને 26 ડિસેમ્બર, મંગળવાર અને શુક્રવારના રોજ સવારે 10:25 વાગ્યે અજમેરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 04:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ સ્ટેશનો પર સ્ટોપેજ

ટ્રેન બોરીવલી, પાલઘર, દહાણુ રોડ, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર અને નસીરાબાદ સ્ટેશનો પર બંને દિશામાં સ્ટોપેજ આપશે.

ટિકિટ બુકિંગ આજથી શરૂ થશે

આ ટ્રેનમાં AC-2 ટાયર, AC-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09027 માટે ટિકિટ બુકિંગ 14 ડિસેમ્બરથી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ