Gujarat Weather: ગુજરાતમાં ક્યારે પડશે ઠંડી? જાણો અમદાવાદના હવામાન કેન્દ્રની નવી આગાહી

Gujarat Weather Update: અમદાવાદના હવામાન કેન્દ્રએ રાજ્યમાં શિયાળાના આગમનને લઈ કોઈ સંકેત આપ્યા નથી. ગુજરાતના તમામ લોકો જાણવા માંગે છે કે, રાજ્યમાં ક્યારે ઠંડી પડશે.

Gujarat Weather Update: અમદાવાદના હવામાન કેન્દ્રએ રાજ્યમાં શિયાળાના આગમનને લઈ કોઈ સંકેત આપ્યા નથી. ગુજરાતના તમામ લોકો જાણવા માંગે છે કે, રાજ્યમાં ક્યારે ઠંડી પડશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
IMD, Gujarat Weather, Gujarat Weather Update

ગુજરાતમાં ઠંડી હવાઓ અને અતિશય ઠંડી પાછળનું મુખ્ય કારણ હિમાલયની ઠંડી હવાઓ છે. (તસવીર: Canva/Indian Express File Photo)

Gujarat Weather Update: અમદાવાદના હવામાન કેન્દ્રએ રાજ્યમાં શિયાળાના આગમનને લઈ કોઈ સંકેત આપ્યા નથી. ગુજરાતના તમામ લોકો જાણવા માંગે છે કે, રાજ્યમાં ક્યારે ઠંડી પડશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રોમાં હીમવર્ષા થતા જ રાજ્યમાં ઠંડીનો ચમકારો થશે. જોકે હાલમાં રાજ્યમાં અમદાવાદ સિહત મોટા ભાગના કેન્દ્રો પર ન્યૂનતમ અને મહત્તમ તાપમાનમાંમાં વધારો નોંધાય રહ્યો છે. ચિંતાની વાત એ છે કે નવેમ્બર માસ અડધો થઇ ગયો છતા રાજ્યના તાપમાનમાં કોઇ ઘટાડો નથી થયો. જેની અસર ખેતી પર પણ પડી રહી છે. કારણ કે શિયાળાની ખેતી માટે ઋતુ પરિવર્તન મહત્ત્વપૂર્ણ છે.

Advertisment

કોઈ મોટા બદલાવની સંભાવના નથી

અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના પ્રમુખ એકે દાસે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સુકુ રહેશે અને આગામી 4-5 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરબદલની શક્યતાઓ નથી. હવાની દિશા ઉત્તર-પૂર્વ તરફની છે. અઠવાડિયાના પૂર્વાનુમાન અનુસાર, રાજ્યમાં હાલમાં ઠંડી પડવાની કોઈ સંભાવના નથી.

તાપમાન વધી રહ્યું છે

અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્યથી 2.4 ડિગ્રી વધારે છે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 22.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે, જે સામાન્યથી 4 ડિગ્રી વધુ છે. સવારે અને રાત્રે સામાન્ય ઠંડી હોય છે. પરંતુ ન્યૂનતમ અને મહત્તમ તાપમાન હાલમાં પણ સામાન્યથી વધુ છે. બીજી તરફ ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જે સામાન્યથી 2.3 ડિગ્રી વધુ હતું. જ્યારે મહત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે જે 1.8 ડિગ્રી સેલ્સિયલ વધુ છે.

આ પણ વાંચો: ISRO આગામી વર્ષે લોન્ચ કરશે દુનિયાનું સૌથી શક્તિશાળી સેટેલાઈટ, અમદાવાદના સ્પેસ સેન્ટરની મહત્ત્વની ભૂમિકા

Advertisment

શનિવારના પૂર્વાનુમાન અનુસાર, સુરેન્દ્રનગર, ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં 38.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે. જ્યાં ન્યૂનતમ તાપનમા 19.5 ડિગ્રી નોંધાયુ હતું.

ગુજરાતમાં શિયાળાની શરૂઆત ક્યારે થશે

ગુજરાતમાં ઠંડી હવાઓ અને અતિશય ઠંડી પાછળનું મુખ્ય કારણ હિમાલયની ઠંડી હવાઓ છે. એટલે કે ઉત્તર ભારતમાં હીમવર્ષા બાદ રાજ્યમાં ગુલાબી ઠંડીનો અનુભવ શરૂ થઈ શકે છે. જોકે દિવાળી વીતી ચૂકી છે અને નવેમ્બરનો મહિનો અડધો થઈ ગયો છે થતા પણ રાજ્યમાં સામાન્યથી મહત્તમ તાપમાન જે નોંધાઈ રહ્યું છે, જે ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય બનેલ છે કારણ કે આથી પાક પર પણ અસર થઇ રહી છે અને જીવજંતુઓનો પ્રકોપ પણ વધી રહ્યો છે.

આજનું હવામાન અપડેટ ગુજરાત ગુજરાતી ન્યૂઝ