/indian-express-gujarati/media/media_files/2025/12/24/kankaria-carnival-notification-2025-12-24-18-03-24.jpg)
કાંકરિયા કાર્નિવલ જાહેરનામું Photograph: (સોશિયલ મીડિયા)
અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન 'કાંકરિયા કાર્નિવલ' ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલને લઈ શહેરવાસીઓ મોટી સંખ્યામાં કાંકરિયા ખાતે પહોંચે છે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યા ના સર્જાય માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કાંકરિયા કાર્નિવલ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી થાય અને સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા "નો પાર્કીંગ ઝોન-તથા "નો સ્ટોપ " તથા "નો યુ ટર્ન "નું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે.
કાંકરિયા કાર્નિવલ દરમિયાન નો પાર્કિંગ ઝોન
કાંકરીયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પીટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરીયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરીયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારના વાહનો સ્ટોપ થઈ શકશે નહી. તમામ વાહનો નિર્ધારીત પાર્કીંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહી.
વડોદરા સ્ટેશન પર બ્લોકના કારણે અમદાવાદની આ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે, જુઓ લિસ્ટ
કાંકરિયા કાર્નિવલ દરમિયાન નો યુ ટર્ન
સમગ્ર કાંકરીયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતા કોઇ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહી. આ સમગ્ર વિસ્તારને "નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
શહેરના કાંકરિયા તળાવ ખાતે તા.૨૫/૧૨/૨૫ થી ૩૧/૧૨/૨૫ સુધી “કાંકરિયા કાર્નિવલ” ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેનું જાહેરનામું.#ahmedabadtrafficpolice#ahmedabadpolice#kankariyakarnival@AhmedabadPolicepic.twitter.com/3zhvECjrKA
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) December 24, 2025
મોટા વાહનો પર પ્રતિબંધ
કાંકરિયા કાર્નિવલ દરમિયા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક 8.00 થી રાત્રી કલાક 01.00 સુધી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
- દાણીલીમડા ચાર રસ્તા થઈ શાહ આલમ થઈ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ.
- ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઇ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ.
- મણિનગર રેલ્વે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઇ કાંકરીયા તરફ આવતો રોડ.
- કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન થઇ કાંકરીયા તરફ આવતો રોડ.
- રાયપુર દરવાજા થી બીગબજાર થી પારસી અગિયારી ચાર રસ્તા થઈ કાંકરીયા તરફ આવતો મુખ્ય શેડ.
- ગુરુજી બ્રિજથી આવકારહોલ ચાર રસ્તાથી હિરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઇ કાંકરીયા તરફ આવતો રોક.
જોકે કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us