દિવાળી ટાણે જ અમદાવાદની પ્રજાને મોટો ઝટકો! હવે સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડનમાં એન્ટ્રી માટે ડબલ ચાર્જ

સાબરમતીના કિનારે સ્થિત 6 ઉદ્યાનોમાં 3 થી 12 વર્ષના બાળકો માટે 5 રૂપિયાની ફીસ લેવામાં આવે છે. જેને વધારીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે. ત્યાં જ 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે જ્યાં પહેલા 10 રૂપિયા લેવામાં આવતા હતા, તેમણે આ સ્થાનો માટે 20 રૂપિયા આપવાના રહેશે.

સાબરમતીના કિનારે સ્થિત 6 ઉદ્યાનોમાં 3 થી 12 વર્ષના બાળકો માટે 5 રૂપિયાની ફીસ લેવામાં આવે છે. જેને વધારીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે. ત્યાં જ 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે જ્યાં પહેલા 10 રૂપિયા લેવામાં આવતા હતા, તેમણે આ સ્થાનો માટે 20 રૂપિયા આપવાના રહેશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Atal Bridge, Sabarmati Riverfront Garden, Ahmedabad Sabarmati Riverfront Garden,

દિવાળીના થોડા દિવસો પહેલા જ સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડનની એન્ટ્રી ફીસ બે ગણી કરી દેવમાં આવી છે. (તસવીર: superfastamdavad/Instagram)

Sabarmati Riverfront Garden Entry Fees: અમદાવાદની શાન એવા રિવરફ્રન્ટ પર સાબરમતી નદી અને બગીચા તથા અટલ બ્રિજની મજા માણવા જતા શહેરીજનોને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડનને લઈ એક મોટી માહિતી સામે આવી છે. ખરેખરમાં દિવાળીના થોડા દિવસો પહેલાજ સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડનની એન્ટ્રી ફીસ બે ગણી કરી દેવમાં આવી છે. જેનો મતલબ કે હવે બ્રિજ પર જવા માટે પણ 50 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) એ નદીના બંને કિનારા અને અટલ બ્રિજ પર 6 આકર્ષણના પાર્કો અને ઉદ્યાનોની પ્રવેશ એન્ટ્રી વધારી દીધી છે.

Advertisment

21 સપ્ટેમ્બરે SRFDCL એ પ્રોજેક્ટ કમિટીની બેઠક અને 15 ઓક્ટોબરે થયેલી બોર્ડની બેઠકમાં ટિકિટના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. વરિષ્ઠ નાગરિકો, બાળકો અને 12 વર્ષથી ઉપરના લોકો માટે એન્ટ્રી ફીસમાં વધારો કર્યો છે. જેમાં સાબરમતીના કિનારે સ્થિત 6 ઉદ્યાનોમાં 3 થી 12 વર્ષના બાળકો માટે 5 રૂપિયાની ફીસ લેવામાં આવે છે. જેને વધારીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે. ત્યાં જ 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે જ્યાં પહેલા 10 રૂપિયા લેવામાં આવતા હતા, તેમણે આ સ્થાનો માટે 20 રૂપિયા આપવાના રહેશે.

આ પણ વાંચો: જિજ્ઞેશ મેવાણીનો મુખ્યમંત્રીને પત્ર, ‘IPS પાંડિયનને ડિસમિસ કરો, તેને નોકરીમાં એક ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી’

આ કારણે ફ્લાવર ઓફ પાર્કમાં 3 થી 12 વર્ષના બાળકો પાસે 10 રૂપિયાના સ્થાને 20 રૂપિયા અને 12 વર્ષથી ઉપરના બાળકો માટે 20 રૂપિયાના સ્થાને 40 રૂપિયા વસુલવામાં આવશે. સાથે જ 3 થી 12 વર્ષના બાળકો માટે અટલ બ્રિજ સુધી જવા માટે 15 રૂપિયા ફીસ લેવામાં આવતી હતી. જે હવે વધારીને 30 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે આ ચાર્જ 30 રૂપિયા હતો, જે વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ પ્રકારે સામાન્ય રીતે બમણો ચાર્જ લગાવી દેવામાં આવ્યો છે.

Advertisment

ફુટઓવર બ્રિજનું નિર્માણ

તમને જણાવી દઈએ કે, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 22 કિમી નદીના બંને કિનારા પર વિકસિત વધુ એક આકર્ષણ છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 6 અલગ-અલગ પાર્ક અને ઉદ્યાનો છે. જેમાં નદીની પશ્ચિમ તરફ ઉસ્માનપુરા પાર્ક, બીજે પાર્ક, ફ્લાવર પાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક અને નદીના પૂર્વ તરફ સુભાષબ્રિજ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક સામેલ છે. આ સિવાય સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે શહેરના પૂર્વી અને પશ્ચિમ કિનારાને જોડતો સ્થાઈ ફુટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ શહેરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત