રિતુ શર્મા: બોર્ડની પરીક્ષા અને મૂલ્યાંકનમાં શાળાના શિક્ષકોની સામૂહિક ગેરહાજરીની તપાસ કરવા માટે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) શિક્ષકો માટે ઓનલાઈન એસેસમેન્ટ ડ્યુટી ઓર્ડર જાહેર કરશે, જે વિદ્યાર્થીઓ હોલ ટિકિટ એકત્રિત કરે તે પહેલાં શાળાઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવશે.
શાળાઓએ ઓર્ડર ડાઉનલોડ કરવાના રહેશે, શિક્ષકોએ જરૂરી વિગતો ભરવાની રહેશે અને શિક્ષકોએ માર્ચ 2023ની બોર્ડ પરીક્ષાઓથી શરૂ થતાં, શાળાના રેકોર્ડમાં રાખવા માટે ઓર્ડર પર સહી કરવી પડશે.
GSHSEB મુજબ, દર વર્ષે સરેરાશ 20 ટકા શિક્ષકો, ખાસ કરીને ખાનગી શાળાઓમાંથી, વર્ગ 10 અને વર્ગ 12 બોર્ડ માટે મૂલ્યાંકન ફરજમાંથી ગેરહાજર રહે છે. કારણ કે તેમને બોર્ડ દ્વારા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલા આદેશો પ્રાપ્ત થયા ન હતા.
“GSHSEBના ચેરમેન એ.જે. શાહે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આ વર્ષે, વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ જાહેર કરવામાં આવે તે પહેલાં, શિક્ષકો માટે એસેસમેન્ટ ડ્યુટી ઓર્ડર જાહેર કરવામાં આવશે. આ શિક્ષકોની ગેરહાજરી ચકાસવા માટે લાગુ કરવામાં આવ્યું છે.
GSHSEB ના ડેટા દર્શાવે છે કે, 50,000 થી વધુ શિક્ષકોને મૂલ્યાંકન કાર્ય સોંપવામાં આવ્યું છે, જેમાંથી લગભગ 10,000 શિક્ષકો ગેરહાજર રહેશે. સરકારી, અનુદાનિત અને સેલ્ફ ફાયનાન્સ્ડ શાળાઓના આ શિક્ષકોને રાજ્યભરના લગભગ 500 મૂલ્યાંકન કેન્દ્રો પર કામ સોંપવામાં આવ્યું છે.
સેલ્ફ ફાયનાન્સ શિક્ષકોએ કારણ દર્શાવ્યું છે કે, તેમાંના મોટાભાગના કોન્ટ્રાક્ટ પર છે અને તેમનો વાર્ષિક કોન્ટ્રાક્ટ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. તેથી, તકનીકી રીતે તેઓ મૂલ્યાંકનના સમયે આ શાળાઓના રોલમાં નથી, જે સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં થાય છે.
2019માં, મૂલ્યાંકન કાર્ય માટે ગેરહાજર રહેનાર શિક્ષકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પેપરની મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર ન રહેનાર શિક્ષકોને રૂ. 3,000 થી રૂ. 25,000 સુધીનો દંડ ફટકારવાનો ઠરાવ પસાર કર્યો હતો.
2019 માં, ધોરણ 10 ની પરીક્ષાના મૂલ્યાંકન માટે 5,000 થી વધુ શિક્ષકો આવ્યા ન હતા અને લગભગ 6,000 વર્ગ 12 ની સામાન્ય પરીક્ષાના મૂલ્યાંકન માટે ગેરહાજર રહ્યા હતા, જ્યારે અન્ય 3,000 શિક્ષકો વર્ગ 12 વિજ્ઞાનની પરીક્ષાના મૂલ્યાંકન માટે ગેરહાજર રહ્યા હતા.
GSHSEB એ દાવો કર્યો હતો કે, આટલી મોટી સંખ્યામાં ગેરહાજર શિક્ષકો મૂલ્યાંકનકર્તાઓને ભૂલો કરાવે છે, કારણ કે તેમના પર કામનો વધુ પડતો બોજ હોય છે અને તેમનું કાર્ય પૂર્ણ કરવાની ઉતાવળમાં થાય છે.
આ પણ વાંચો – ગુજરાત બોર્ડ પરીક્ષાઃ ધો.10ની પરીક્ષા માટે હોલ ટિકિટ જાહેર, આવી રીતે કરો ડાઉનલોડ
ઉપરાંત, રાજ્ય બોર્ડે મૂલ્યાંકનકર્તાઓના મહેનતાણામાં પણ વધારો કર્યો હતો અને દોષી શિક્ષકોના દંડમાં પણ ચાર ગણો વધારો કર્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અગાઉ 100 રૂપિયાનો દંડ વધારીને 400 રૂપિયા અને ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય પરીક્ષા માટે 50 રૂપિયાનો દંડ વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યો હતો.