જ્યારે ભારતે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી ત્યારે પાકિસ્તાન ધણધણી ઉઠ્યું. હતાશામાં પાકિસ્તાને ઘણા ભારતીય સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
હવે પાકિસ્તાનની સંસદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાંસદ રડતા રડતા કહેતા જોવા મળે છે, “અલ્લાહ હવે પાકિસ્તાનની રક્ષા કરે.”
પાકિસ્તાની સાંસદ તાહિર ઇકબાલે સંસદમાં કહ્યું, “હું બધા સાંસદોને અપીલ કરું છું કે આપણે બધાએ સાથે મળીને અલ્લાહ તરફ વળવું જોઈએ. યા અલ્લાહ, અમે તમારી આગળ માથું નમાવીએ છીએ, કૃપા કરીને આ દેશની રક્ષા કરો.”
આ વીડિયો સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. ભારતીય યૂઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કર્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં હર્ષ સંઘવીએ લખ્યું છે કે, “Voice of a Pakistani MP, યે ડર અચ્છા હૈ…”
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરેલા આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું છે,’આ વખતે પુરુજ કરી નાખવાનું છે એટલે કાયમનું શાંતિ, એક થા પાકીસ્તાન’, બીજા યુઝરે લખ્યું,’જય હિંદ’.