20 વિદ્યાર્થીઓને PM મોદીની સ્કૂલમાં ભણવાની મળશે તક, જાણો શું છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

Vadnagar Prerna School: પ્રેરણા કેન્દ્રને ગુજરાતના હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે આ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

Written by Rakesh Parmar
January 17, 2025 15:37 IST
20 વિદ્યાર્થીઓને PM મોદીની સ્કૂલમાં ભણવાની મળશે તક, જાણો શું છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 20 વિદ્યાર્થીઓને આ શાળામાં 1 અઠવાડિયા માટે અભ્યાસ કરવાની તક મળે છે. (તસવીર: Amitshah/X)

Vadnagar Prerna School: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતના વડનગરથી મેળવ્યું હતું. તેમણે વડનગર સ્કૂલમાં 9 થી 11 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આ શાળાનું નામ પ્રેરણા સ્કૂલ અથવા પ્રેરણા કેન્દ્ર રાખવામાં આવ્યું છે. પ્રેરણા કેન્દ્રને ગુજરાતના હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે આ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

આ શાળાની સ્થાપના 1888 માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. 2001 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે આ શાળા અચાનક ચર્ચામાં આવી હતી. ગુજરાત સરકારે તેને એક મોડેલ સ્કૂલ તરીકે વિકસાવ્યું છે. બાદમાં કેન્દ્ર સરકારે આ શાળાના અભ્યાસ પ્રવાસ માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલ શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે.

પ્રેરણા કાર્યક્રમની યોજના

દેશના વિવિધ ખૂણામાંથી બાળકો અહીં અભ્યાસ કરવા આવે છે. આ શાળામાં રહેવા અને ખાવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 2023 માં પ્રેરણા કાર્યક્રમ યોજનાની જાહેરાત કરી હતી. 15 જાન્યુઆરી, 2024 થી દેશના 410 જિલ્લાઓના 820 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે.

એક સમયે 20 વિદ્યાર્થીઓને તક મળશે

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 20 વિદ્યાર્થીઓને આ શાળામાં 1 અઠવાડિયા માટે અભ્યાસ કરવાની તક મળે છે. આ શાળામાં ધોરણ 9 થી 12 સુધીના બાળકો પ્રવેશ લઈ શકે છે. આ 7 દિવસના કાર્યક્રમમાં બાળકોને આત્મસન્માન, આદર, દયા અને દેશભક્તિ સંબંધિત પાઠ શીખવવામાં આવે છે.

આ પણ વાંચો: એફબીઆઈ 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગુજરાતનો વ્યક્તિ

7 દિવસમાં શું થશે?

આ 7 દિવસના કાર્યક્રમમાં ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ છે. આ સમય દરમિયાન બાળકોને લેસર કટીંગ, 3D પ્રિન્ટીંગ અને VFX ટેકનોલોજી વિશે જાણકારી આપવામાં આવે છે. ઉપરાંત બાળકોને વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવે છે. પ્રેરણા કેન્દ્રમાં 33.50 કરોડ રૂપિયાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ આવેલું છે.

કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકાય?

પ્રેરણા કેન્દ્રની મુલાકાત લેવા માટે સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકાય છે. આ માટે તમારે prerana.education.gov.in પર નોંધણી કરાવવી પડશે. આમાંથી 20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને શિક્ષણ મંત્રાલય વિદ્યાર્થીઓને પસંદગી વિશે જાણ કરશે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પ્રેરણા કેન્દ્રમાં મોકલવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ