/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/gujarat-weather-update-3.jpg)
હવામાન વિભાગે 23 થી 29 જૂન દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. (તસવીર: IMD)
Gujarat Weather Update: ગુજરાતના ઘણા ભાગોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ત્યાં જ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરતમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે 23 થી 29 જૂન દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા-ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Gujarat-Heavy-Rain-Forecast-1.jpg)
આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 23, 2025
હવામાન વિભાગે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર સાથે અમદાવદના જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં 24 જૂનના રોજ ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: સુરત શહેર જળબંબાકાર, દુકાનો-ઓફિસોમાં પાણી ઘૂસી ગયા
IMD એ પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, ડાંગ અને તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રજા જાહેર કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us