Gujarat Weather forecast: ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં 29 મે સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
કયા જિલ્લામાં વાવાઝોડા માટે યલો એલર્ટ છે?
આ ઉપરાંત IMD એ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, 22 જૂને મતદાન અને 25 જૂને પરિણામ
આ સાથે IMDએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. ત્યાં જ હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
28 મેના રોજ હવામાન કેવું રહેશે?
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યાં જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, ભરૂચ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરના અલગ-અળગ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 29 મેના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના અલગ-અલગ ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.





