બુધવારે રાત્રે દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગરબા ઉત્સવ ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક ગરબા સ્થળ પર પથ્થરમારો શરૂ થયો. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિંસા સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભડકી હતી.
બુધવારે મોડી રાત્રે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના એક ગામમાં કોમી અથડામણો ફાટી નીકળી હતી, જેના કારણે હિંસા અને આગચંપી થઈ હતી, જેના પગલે પોલીસે લગભગ 70-80 લોકોની અટકાયત કરી હતી. આ ઘટના ગાંધીનગર શહેરથી લગભગ 38 કિમી દૂર આવેલા દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બની હતી. અહીં બે સમુદાયના 200 થી વધુ લોકોએ પથ્થરમારો કર્યો, કાર અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું અને આગ લગાવી દીધી.
આ મામલે અધિક પોલીસ અધિક્ષક (ASP) આયુષ જૈને જણાવ્યું હતું કે આ સંઘર્ષ “આઈ લવ મુહમ્મદ” અને “આઈ લવ મહાદેવ” ના વોટ્સએપ સ્ટેટસથી થયો હતો, પરંતુ તેમણે કહ્યું કે પોસ્ટ પોતે જ મુશ્કેલી ઉભી કરી ના શકે. તેમણે કહ્યું કે પોલીસ હજુ પણ સંઘર્ષના સ્ત્રોત અને તે શેરીઓમાં હિંસામાં કેવી રીતે ફેરવાઈ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. હજુ સુધી FIR નોંધવામાં આવી નથી.
આ પણ વાંચો: આ નવું સ્કૂટર બધાની બોલતી કરી દેશે બંધ, જાણો વિશેષતાઓ
એએસપી જૈને જણાવ્યું હતું કે, “200-300 થી વધુ લોકોના ગ્રુપો સંવેદનશીલ સોશિયલ મીડિયા પોસ્ટ પર લડ્યા હતા, જેના કારણે પથ્થરમારો થયો હતો. તેઓએ દુકાનો સળગાવી, આગ લગાવી અને જાહેર તેમજ ખાનગી વાહનોમાં તોડફોડ કરી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.” પોલીસ કાર્યવાહી અંગે એડીપી જૈને કહ્યું, “અમે 70 થી 80 લોકોને ધરપકડ કરી છે અને વેધુ તપાસ ચાલુ છે.”