/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Dog-lover-death.jpg)
51 વર્ષીય રઘુનાથ પિલ્લઈ સવારે તેમના બે પાલતુ કૂતરાઓ સાથે વોક પર નિકળ્યા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
વડોદરામાં એક માણસ પોતાના પાલતુ કૂતરાને એટલો પ્રેમ કરતો હતો કે તે તેના માટે જીવલેણ બની ગયો. બુધવારે વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં અંકોડિયા પાસે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પોતાના કૂતરાને પાણીમાં ડૂબવાથી બચાવવા માટે માલિકે નહેરમાં કૂદીને મૃત્યુ પામ્યા હતા. જોકે, પાણીમાં પડી ગયેલા કૂતરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
રઘુનાથ બે પાલતુ કૂતરાઓ સાથે વોક પર નિકળ્યા હતા
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના નિવૃત્ત રહેવાસી 51 વર્ષીય રઘુનાથ પિલ્લઈ સવારે તેમના બે પાલતુ કૂતરાઓ સાથે વોક પર નિકળ્યા હતા. પિલ્લાઈ સાથે તેમના બે કૂતરા - એક જર્મન શેફર્ડ અને એક હસ્કી પણ હતા. ચાલતા ચાલતા તેઓ તેને નર્મદા નહેરના કિનારે લઈ ગયા. પછી તેમનો એક કૂતરો જર્મન શેફર્ડ અચાનક પાણીમાં પડી ગયો. તેને બચાવવા માટે રઘુનાથ પિલ્લઈ પણ નહેરમાં કૂદી પડ્યા. પિલ્લઈને ખબર નહોતી કે નહેરમાં પાણી ખૂબ ઊંડું છે અને તે ડૂબી ગયા.
#Vadodara નર્મદા નહેરમાં ખાબકેા પાલતુ કૂતરાને બચાવવા જતા માલિકનું મોત
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં અંકોડિયા પાસે એક હૃદયદ્રાવક ઘટના
51 વર્ષીય રઘુનાથ પિલ્લઈ સવારે તેમના બે પાલતુ કૂતરાઓ સાથે વોક પર નિકળ્યા હતા
ઘટનાની જાણકારી મળતા જ પત્ની અને પુત્રી બેભાન pic.twitter.com/wHKZukgv6Q— IEGujarati (@IeGujarati) January 23, 2025
કૂતરા માટે પોતાનો જીવ આપ્યો
નજીકમાં ચાલતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. રઘુનાથના મૃત્યુ પછી પત્ની અને પુત્રી બેભાન થઈ ગયા હતા. ઘટના પછી પડોશીઓએ કહ્યું કે રઘુનાથ પિલ્લઈ જે ડોગ લવર્સ હતા, તેમણે તેના માટે પોતાનો જીવ બલિદાન આપ્યો હતો.
આ પણ વાંચો: રેલ્વેમાં નોકરીની સુવર્ણ તક! 32 હજારથી વધુ પદ પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી
જર્મન શેફર્ડની શોધ ચાલુ
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીએ જણાવ્યું હતું કે, "જર્મન શેફર્ડ નહેરમાં લપસી ગયો હતો." પિલ્લાઈએ તરત જ પોતાના કૂતરાને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. નહેરમાં પ્રવાહ ખૂબ જ જોરદાર હતો તેથી તે બરાબર તરી શકતા ન હતા અને ડૂબી ગયા." ઇન્સ્પેક્ટરે કહ્યું કે જર્મન શેફર્ડ હજુ સુધી શોધી શકાયો નથી. તેની શોધ ચાલુ છે. એવું માનવામાં આવે છે કે કૂતરો પોતાને બચાવવામાં સફળ રહ્યો હશે. જોકે તે વિસ્તારમાં જોવા મળ્યો નથી. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us