પૈસા, પાવર, વોટ… બધામાં પાટીદાર મજબૂત, ગુજરાતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP, કોણે કેટલી બેઠકો પાટીદારને ફાળવી?

Patidars in Gujarat Assembly Elections : પાટીદારનું વર્ચસ્વ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પણ અકબંધ, ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આપ (AAP) ત્રણે પાર્ટીએ પાટીદાર સમાજના ઉમેદવારોને મોટી સંખ્યામાં ટિકિટ આપી.

Written by Kiran Mehta
Updated : November 18, 2022 14:38 IST
પૈસા, પાવર, વોટ… બધામાં પાટીદાર મજબૂત, ગુજરાતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP, કોણે કેટલી બેઠકો પાટીદારને ફાળવી?
પાટીદાર સમાજ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

Patidar Community Votes: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માં પાટીદાર સમુદાયની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે. જો 2017ની ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં પાટીદારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોય તો આ વર્ષની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ તેનાથી અલગ નહીં હોય. કદાચ આ જ કારણસર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ ઘણા પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

હાલની વાત કરીએ તો વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યોમાંથી 44 પાટીદાર ધારાસભ્યો છે જ્યારે ગત ચૂંટણીમાં 48 પાટીદાર ઉમેદવારો વિધાનસભામાં પહોંચ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે, ગુજરાતની કુલ પાટીદાર સમાજનું પ્રમાણ છે, તેનાથી ગુણોત્તરની દ્રષ્ટીએ પાટીદાર ઉમેદવારો વધારે છે.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જે 181 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેમાંથી 44 પાટીદાર સમાજના છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના પાટીદાર મતદારો માટે સ્થિતિ અત્યંત મુશ્કેલ બની રહી છે કારણ કે અહીં ભાજપ, કોંગ્રેસ અને AAPએ એમ ત્રણેએ પાટીદાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. AAPએ અહીં 54 બેઠકો પર 19 પાટીદાર ઉમેદવારો, ભાજપે 18 અને કોંગ્રેસે 16 ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે.

ગત ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ધ્યાન દોર્યું હતું કે, 106 વિધાનસભા બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ હતું, જેમાંથી 48 પર સમુદાયનું વર્ચસ્વ છે. તેઓ દાવો કરે છે કે, આમાંથી 33માં, સામાન્ય રીતે બે પાટીદાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હોય છે, જેના કારણે પાટીદાર મતનું વિભાજન થાય છે અને પરિણામ અન્ય સમુદાયોના મતો પર આધારિત છે. જો કે, અન્ય 58 બેઠકો પર, પાટીદાર મત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેમ છતાં અન્ય સમુદાયોનો મોટો હિસ્સો છે.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી બીજા તબક્કાના ઉમેદવાર: 14 જિલ્લાની 93 બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ

સાથે જ આર્થિક રીતે મજબૂત હોવાને કારણે ગુજરાતની ચૂંટણીમાં સમાજની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. કડવા પટેલોની સૌથી મોટી સંસ્થા ઉમિયાધામ, સિદસરના ટ્રસ્ટી જેરામ વાંસજાલિયાએ જણાવ્યું હતું કે, પાટીદારોનો પ્રભાવ આશ્ચર્યજનક નથી કારણ કે તેઓ વેપાર અને ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં, સમુદાય મોટા પાયે રોજગાર પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે, પક્ષો તેમની 25% ટિકિટ પાટીદારોને આપી શકે છે અને તેઓ વિધાનસભાની કુલ બેઠકોમાંથી 30% બેઠકો જીતી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ