ગુજરાત ચૂંટણી : પાયલ કુકરાણી કોણ છે ? ભાજપે નરોડા પાટિયા રમખાણના દોષિતની પુત્રીને ટિકિટ આપી

Gujarat Election 2022: પાયલ કુકરાણી (Payal Kukrani) ભાજપ (BJP) ની નરોડા (Naroda) થી ઉમેદવાર (Candidates) છે, તે નરોડા પટિયા રમખાણ (Naroda Patiya riots) કેસના દોષિત મનોજ કુકરાણી (Manoj Kukrani) ની દીકરી છે. માતા પણ રાજકારણ સાથે સંકળાયેલ. જુઓ કોંગ્રેસ (Congress) શું કહ્યું?

Written by Kiran Mehta
Updated : November 12, 2022 16:21 IST
ગુજરાત ચૂંટણી : પાયલ કુકરાણી કોણ છે ? ભાજપે નરોડા પાટિયા રમખાણના દોષિતની પુત્રીને ટિકિટ આપી
પાયલ કુકરાણી (ફોટો ક્રેડિટ - ફેસબુક)

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નરોડા પાટિયા રમખાણોના દોષિતની પુત્રીને ટિકિટ આપી છે. પાર્ટીએ નરોડાથી ડો.પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. પાયલના પિતા મનોજ નરોડા પાટિયા રમખાણોમાં દોષિત છે અને હાલમાં જેલની બહાર છે.

પાયલ કુકરાણી નરોડાથી ભાજપ ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની નરોડા વિધાનસભા બેઠક પરથી પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. પાયલ ભાજપના નેતા મનોજ કુકરાણીની પુત્રી છે અને ચૂંટણી મેદાનમાં સૌથી યુવા ઉમેદવાર પણ છે. આ બધાની વચ્ચે પાયલનું નામ સામે આવતા જ વિવાદ છેડાઈ ગયો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપે નરોડા પાટિયા રમખાણના આરોપીની પુત્રીને ટિકિટ આપીને શરમજનક નિર્ણય લીધો છે.

મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં દોષિત

નરોડા પાટિયા કેસમાં દોષિત: નોંધપાત્ર રીતે, મનોજ કુકરાણીને 2002ના ગુજરાત રમખાણોના નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં તેની ભૂમિકા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને બાદમાં સ્વાસ્થ્યના આધારે જામીન આપવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડા પાટિયા ખાતે તોફાની ટોળા દ્વારા 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. મનોજ કુકરાણી 2012માં અમદાવાદની વિશેષ અદાલત દ્વારા નરોડા પાટિયા કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 32 લોકોમાંના એક હતા.

ભાજપની મહિલા ઉમેદવારોમાં પાયલ સૌથી નાની

પાયલ સારૂ ભણેલી છેઃ ભાજપની મહિલા ઉમેદવારોમાં પાયલ સૌથી નાની છે અને ખૂબ જ શિક્ષિત પણ છે. તેણે ડોક્ટર ઓફ મેડિસિન (એનેસ્થેસિયા) કર્યું છે. પાયલની માતા રેશ્મા અમદાવાદના સૈજપુરથી કોર્પોરેટર છે. તેણી વર્ષ 2021 માં આ પદ માટે ચૂંટાઈ હતી.

હું માત્ર અને માત્ર પ્રગતિ અને વિકાસ માટે કામ કરીશ : પાયલ કુકરાણી

ચૂંટણીમાં ટિકિટ મળવા પર પાયલે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે, પાર્ટીએ મારા પર વિશ્વાસ દર્શાવ્યો અને મને ટિકિટ આપી. મારા પિતાએ તેમના 40 વર્ષ પાર્ટીને આપ્યા છે. મારી માતા કાઉન્સિલર છે. મારું શિક્ષણ પૂરું કર્યા પછી મેં મારી માતાના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લીધો હતો. મેં ડોર ટુ ડોર અભિયાનમાં પણ ભાગ લીધો છે. મને ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે. હું જંગી માર્જિનથી જીતીશ. હું માત્ર અને માત્ર પ્રગતિ અને વિકાસ માટે કામ કરીશ.

આ પણ વાંચોશંકરસિંહ વાઘેલા: ‘કંઈ મફત નથી મળતુ, 300 યુનિટ ફ્રી વીજળી એ શું? કોના બાપની દિવાળી છે? મતદારોને કહું છું, રેવડીઓમાં પડશો નહીં

બિલ્કીસ બાનોના બળાત્કારીઓને સંસ્કારી બ્રાહ્મણ કહેનાર નેતાને ટિકિટ : આ સાથે ભાજપે બિલ્કીસ બાનોના બળાત્કારીઓને સંસ્કારી બ્રાહ્મણ કહેનારા નેતાને પણ ટિકિટ આપી છે. એવું કહેનારા રાજ્યના પૂર્વ મંત્રી ચંદ્રસિંહ રાઉલજીને ગોધરા બેઠક પરથી ટિકિટ મળી છે. તેઓ 6 વખતથી ગોધરાના ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બર, 2022ના રોજ જાહેર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ