ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 9 શ્રદ્ધાળુંઓના હૃદય થંભી ગયા, ડોક્ટરે આપી લોકોને ખાસ સલાહ

Deaths during Girnar Leeli Parikrama: ગિરનારની લીલી પરિક્રમા માટે આવેલા ભક્તોમાં ભારે ભીડ અને ગરમીના કારણે 9 લોકોની હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. માત્ર 48 કલાકમાં 9 લોકોના લીલી પરિક્રમા દરમિયાન મોત થતા હડકંપ મચી ગયો છે.

Deaths during Girnar Leeli Parikrama: ગિરનારની લીલી પરિક્રમા માટે આવેલા ભક્તોમાં ભારે ભીડ અને ગરમીના કારણે 9 લોકોની હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. માત્ર 48 કલાકમાં 9 લોકોના લીલી પરિક્રમા દરમિયાન મોત થતા હડકંપ મચી ગયો છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
People get heart attacks during Girnar Leeli Parikrama,

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન વધું ભીડ અને દિવસમાં ગરમી દરમિયાન લોકોને હાર્ટ એટેક આવ્યા. (તસવીર: Girnaribhomiyo/Instagram)

Girnar lili parikrama 2024: જૂનાગઢમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા થાય છે. જૂનાગઢના જંગલોમાં આયોજીત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો સામેલ થાય છે. માન્યતાઓ અનુસાર, ગિરનાર પર્વતની ચારેય તરફ 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે. આ કારણે જ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે પહોંચે છે. આ વર્ષે પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલા જ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે 24 કલાક પહેલા જ દરવાજા ખોલી દેવાયા હતા. આ પરિક્રમા માટે આવેલા ભક્તોમાં ભારે ભીડ અને ગરમીના કારણે 9 લોકોની હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. માત્ર 48 કલાકમાં 9 લોકોના લીલી પરિક્રમા દરમિયાન મોત થતા હડકંપ મચી ગયો છે.

Advertisment

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોની ડેડબોડી આવી

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, વધુ ભીડ અને દિવસમાં ગરમી દરમિયાન લોકોને હાર્ટ એટેક આવ્યા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોની ડેડબોડી આવી હતી. જેમાં રાજકોટના 3, મુંબઈ-અમદાવાદના 1-1 વ્યક્તિ હતા. આ સિવાય ગાંધીધામ, દેવડા અને અમરાસરના 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેમણે લોકોને એક સાથે 36 કિલોમીટર ચાલવાનો આગ્રહ કર્યો છે. તેમણે લોકોને પરિક્રમા રોકાઈ-રોકાઈને કરવા માટે જણાવ્યું છે. જો કોઈને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી થાય છે તો તાત્કાલિક મેડિકલ કેમ્પનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા સાથે જોડાયેલ પૌરાણિક માન્યતા અને તમામ માહિતી

ગિરનારના જંગલામાં સિંહ અને દીપડાઓ

આ પરિક્રમાને ગિરનારની લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે જેને ખુબ જ મુશ્કેલ યાત્રા માનવામાં આવે છે. રસ્તામાં જંગલથી ઘેરાયેલ વિસ્તાર પણ આવે છે અને આ જંગલામાં સિંહ અને દીપડાઓ પણ રહે છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે, શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલનારા તીર્થયાત્રી પર ક્યારેય કોઈ જંગલ પ્રાણીએ હુમલો કર્યો નથી અને તેમને જંગલમાં ક્યારેય કોઈ અડચણનો સામનો કરવો પડ્યો નથી.

Advertisment

36 કિલોમીટર લાંબી આ પરિક્રમા

ગિરનારની લીલી પરિક્રમા જૂનાગઢના જંગલોમાં થાય છે, જે કાર્તક મહિનાની અગિયારસથી શરૂ થાય છે અને કાર્તકની પૂનમે સમાપ્ત થાય છે. આ વર્ષે 12 નવેમ્બર 2024ના રોજ લીલી પરિક્રમા શરૂ થઈ છે. આ પરિક્રમા 15 નવેમ્બર 2024 સુધી ચાલશે. લગભગ 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા પહાડો અને જંગલની વચ્ચેથી થઈ થાય છે જે ખુબ જ પડકારજનક હોય છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત