/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Air-India-B787-Aircraft.jpg)
અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. એર ઈન્ડિયાનું વિમાન લાંબા અંતરની મુસાફરી પર જઈ રહ્યું હતું. આવામાં વિમાનની અંદર ઘણું બળતણ હતું. વિમાન એરપોર્ટ પરિસરની ખૂબ નજીક અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યું તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં વિમાનના કાટમાળમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે.
અકસ્માત પછી વિમાન નિર્માણાધીન ઇમારત પર પડ્યું. આ અકસ્માત અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પાસે થયો હતો. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રીને ફોન કરીને ઘટના અંગે પૂછપરછ કરી છે. દરમિયાન NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. અકસ્માત બાદ અમદાવાદ એરપોર્ટ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ વિશે ઓફિશિયલ માહિતી સામે આવી નથી.
અમદાવાદમાં પ્લેન ક્રેશનો લાઇવ વીડિયો
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો સવાર હતા. આ વિમાન દૂર્ઘટનાનો એક લાઇવ વીડિયો સામે આવ્યો છે, જેમા વિમાન ટેક ઓફ થયા પછી થોડીક જ ક્ષણોમાં ક્રેશ થયા અને આગની જ્વાળા દેખાય છે. pic.twitter.com/x2wfY3Wb0h— IEGujarati (@IeGujarati) June 12, 2025
DGCA એ શું કહ્યું?
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ કરી રહ્યા હતા અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પણ હતા. એર ઇન્ડિયાએ પણ વિમાન દુર્ઘટના વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન ક્રેશ, પ્લેનમાં 242 મુસાફરો, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલું
આ બોઇંગ વિમાન હતું
અકસ્માતનો ભોગ બનેલું વિમાન 11 વર્ષ જૂનું હતું. તે અમેરિકન કંપની બોઇંગ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ વિમાનમાં ઘણી ધાતુઓનું મિશ્રણ છે, જેના કારણે તેનું વજન ખૂબ ઓછું છે. આ જ કારણ છે કે આ વિમાન લાંબા અંતરની મુસાફરી કરવા સક્ષમ છે. આ સાથે તેનો ઇંધણનો વપરાશ પણ ઓછો છે. આ જ કારણ છે કે વિશ્વની દરેક મોટી એરલાઇન આ વિમાનનો ઉપયોગ કરે છે. આ વિમાન સામાન્ય રીતે 200-300 મુસાફરોને બેસી શકે છે અને તેની મહત્તમ રેન્જ 8,500 નોટિકલ માઇલ સુધીની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us