અમરેલી એરપોર્ટ પર વિમાન રનવે પરથી લપસી ગયું, લેન્ડિંગ કરતી વખતે થયો અકસ્માત

ગુજરાતના અમરેલી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક વિમાન રનવે પરથી લપસી ગયું. વિમાન રનવે પરથી લપસી ગયું અને કિનારા પર ઉતરી ગયું. જોકે વિમાનની સ્પીડ ઓછી થઈ ગઈ, જેના કારણે મોટો અકસ્માત થતા ટળી ગયો.

Written by Rakesh Parmar
September 28, 2025 18:38 IST
અમરેલી એરપોર્ટ પર વિમાન રનવે પરથી લપસી ગયું, લેન્ડિંગ કરતી વખતે થયો અકસ્માત
ગુજરાતના અમરેલી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક વિમાન રનવે પરથી લપસી ગયું. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના અમરેલી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક વિમાન રનવે પરથી લપસી ગયું. વિમાન રનવે પરથી લપસી ગયું અને કિનારા પર ઉતરી ગયું. જોકે વિમાનની સ્પીડ ઓછી થઈ ગઈ, જેના કારણે મોટો અકસ્માત થતા ટળી ગયો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, આ ઘટના બપોરના સમયે બની હતી. પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મીની પ્લેન રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું. જોકે લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન એરક્રાફ્ટ રનવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાંસુ થઈને સરકી ગયું હતું.

એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવેની નજીક જમીન પર સરકવા લાગતા ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, એરક્રાફ્ટને નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ એક તાલીમી ફ્લાઇટ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ