scorecardresearch

PM મોદી ગુજરાત પ્રવાસ: ‘ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવાશે’, સોમવારે શું કરશે?

pm modi gujarat : પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. તેમણે વડોદરા (Vadodara) માં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ (vadodara aircraft manufacturing plant) નો શિલાન્યાસ કર્યો અને કહ્યું, ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ (gujarat defense manufacturing hub) બનાવાશે.

PM મોદી ગુજરાત પ્રવાસ: ‘ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવાશે’, સોમવારે શું કરશે?
પીએમ મોદી ગુજરાત પ્રવાસ (ફોટો – બીજેપી ગુજરાત સોશિયલ મીડિયા)

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી ગયા છે. તેમણે દિવાળી સમયે વડોદરા, ગુજરાતને ભેટ આપી છે. તેમણે વડોદરા ખાતે ભારતના સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 18% અને એક્સપોર્ટમાં 30% યોગદાન સાથે દેશમાં અગ્રેસર છે. ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવાશે.

પીએમ મોદીએ દિવાળીના પર્વ દરમ્યાન વડોદરાને, ગુજરાતને, દેશને એક અણમોલ ભેટ મળી છે. તેમણે કહ્યું કે, હું પણ નવા વર્ષમાં પહેલીવાર ગુજરાત આવ્યો છું, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનું ભારત નવા માઇન્ડ સેટ, નવા વર્ક કલ્ચર સાથે કામ કરી રહ્યું છે. અમે કામચલાઉ નિર્ણયોની રીત છોડી છે. વિકાસ અને રોકાણ માટે અનેક પ્રકારના ઇન્સેન્ટીવ લઇને આવ્યા છે

ભારત પાસે સ્કીલ મેન પાવરનો બહુ મોટો ટેલેન્ટ પુલ છે: પીએમ મોદી

તેમણે ઉમેર્યું કે, કોરોના અને યુદ્વની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ મોમેન્ટમ જળવાયેલો છે. ઇઝ ડુઇંગ બિઝનેસ પર જેટલું જોર આજે ભારતનું છે, તે અગાઉ ક્યારેય ન હતું. આજે ભારત લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ અને હાઇ આઉટપુટ આઉટકમનો અવસર આપી રહ્યું છે. ભારત પાસે સ્કીલ મેન પાવરનો બહુ મોટો ટેલેન્ટ પુલ છે. મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર ધ ગ્લોબનો સંકલ્પ વડોદરાની ધરતીથી મજબૂત થશે, આગામી 10-15 વર્ષમાં ભારતને લગભગ 2000થી વધારે પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની જરૂરિયાત ઉભી થશે, આ મોટી માંગને પહોંચી વળવા માટે ભારત અત્યારથી તૈયારી કરી રહ્યું છે

ભારત મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ ગ્લોબલના મંત્ર પર આગળ વધી રહ્યું: મોદી

તેમણે કહ્યું કે, આ પહેલી વખત છે કે, ભારત ડિફેન્સ એરસ્પેસ સેક્ટરમાં આટલું મોટુ રોકાણ થઈ રહ્યું છે. વડોદરમાં બનનાર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અમારી સેનાને વધારે તાકાત આપશે, તેનાથી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ માટે એક નવી ઈકોસિસ્ટમનો વિકાસ થશે. મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ ગ્લોબલના મંત્ર પર આગળ વધી રહ્યું ભારત. હવે ભારત ટ્રાન્સપોર્ટ પ્લેન્સનું પણ મોટુ નિર્માતા બનશે.

પીએમ નરેન્દ્ર મોદી વડોદરા સંબોધન

ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આપણી સેનાને તો તાકાત આપશે: મોદી

પીએમ મોદીએ, શિક્ષા અને સંસ્કૃતિના કેન્દ્ર માટે પ્રતિષ્ઠિત વડોદરા હવે, એવિએશન સેક્ટરના હબના રૂપમાં નવી ઓળખ સાથે વિશ્વ સામે માથું ઉચું કરશે. ભારતમાં નિર્માણ પામનાર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આપણી સેનાને તો તાકાત આપશે જ. આ સાથે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકો સિસ્ટમનો પણ વિકાસ થશે. ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે.

ભવિષ્યમાં વિશ્વના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે: મોદી

તેમણે કહ્યું કે, હું એ દિવસ જોઇ રહ્યો છું કે, વિશ્વના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. ભારત વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મોટા પગલાં ભરી રહ્યું છે. ભારત ફાઇટર પ્લેન, ટેન્ક અને સબમરીન બનાવી રહ્યું છે. ભારતમાં બનેલી વેક્સિન પણ દુનિયામાં લાખો લોકોની જિંદગી બચાવી રહી છે

આ પણ વાંચો – ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવવા માટે HCના રિટાયર્ડ જજના નેતૃત્વમાં બનશે કમિટી

પીએમ મોદી આવતીકાલે શું કરશે?

પીએમ મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ સરદાર પટેલની પ્રતિમાને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે જ વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકશે. સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગવંતો બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે કેવડિયા ખાતે વધુ 2 પ્રવાસન આકર્ષણોનો ઉમેરો ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે.

Web Title: Pm gujarat tour gujarat program global hub of defense manufacturing aircraft vadodara

Best of Express