ગુજરાતને બદનામ કરનારાથી બચીને રહો, આવા લોકોએ ગુજરાતમાં ન રહેવું જોઈએ: PM મોદી

PM Narendra Modi Gujarat : પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માટે મતદાન (VOTE) ને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેમણે પ્રચારમાં કોંગ્રેસ (Congress) પર પ્રહાર કર્યા.

Written by Kiran Mehta
Updated : November 19, 2022 22:46 IST
ગુજરાતને બદનામ કરનારાથી બચીને રહો, આવા લોકોએ ગુજરાતમાં ન રહેવું જોઈએ: PM મોદી
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈને હલચલ વધુ તેજ બની છે. આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવાર (19 નવેમ્બર, 2022) થી ગુજરાતના પ્રવાસે છે. PMએ આજે ​​અહીં રોડ શો કર્યો હતો, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, અત્યારે ગુજરાતમાં એક જીબી ડેટાની કિંમત 10 રૂપિયા છે, પરંતુ જો કોંગ્રેસ સત્તામાં હોત તો માસિક બિલ 5,000 રૂપિયા આવતુ હોત.

તેમણે કહ્યું કે, અગાઉ કોંગ્રેસના શાસનમાં 1 જીબી ડેટાની કિંમત 300 રૂપિયા હતી જે હવે 10 રૂપિયા છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, હાલમાં માસિક ડેટા વપરાશનું બિલ 250-300 રૂપિયા આવે છે. કોંગ્રેસ સત્તામાં હોત તો રૂ.5000 હોત. વડાપ્રધાને વલસાડના વાપી શહેરમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધતા કહ્યું કે, ગુજરાતને બદનામ કરનારા લોકોથી સાવધાન રહો, આવા લોકોએ રાજ્યમાં રહેવું જોઈએ નહીં.

વાપી ખાતે મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને આવકારવા ઉમટી પડ્યા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM મોદી વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રથી સુરત સુધી ઓછામાં ઓછા 8 કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. વડાપ્રધાન 20 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી સતત ત્રણ દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાં રેલીઓ કરવાના છે.

સૂત્રોને ટાંકીને માહિતી આપવામાં આવી હતી કે, 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં 3 અને દક્ષિણ ગુજરાતમાં 2 રેલીઓ કરશે. આ ઉપરાંત તેઓ 21 નવેમ્બર અને 22 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં બે રેલીઓ કરશે. 20 નવેમ્બરે સોમનાથ મંદિરની મુલાકાત લીધા બાદ તેઓ વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદ ખાતે ચાર રેલીઓને સંબોધવાના છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની આ વિધાનસભા બેઠકોમાં ભાજપ એક પણ બેઠક જીતી શકી ન હતી. ગુજરાતમાં ભાજપને સત્તા મળી, પરંતુ આ પ્રદેશમાં જીત મેળવી શકી નહીં. હવે ભાજપ આ ગઢ જીતવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચોGujarat Election 2022: ગુજરાતમાં સત્તા બચાવવાનો સંઘર્ષ

રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી, 48 બેઠકો આ પ્રદેશમાં છે, જ્યાં પ્રથમ તબક્કામાં જ 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર આંદોલનને આપેલા સમર્થનના આધારે અહીં 28 બેઠકો જીતી હતી. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 2012 ની સરખામણીમાં 30 થી ઘટીને માત્ર 19 થઈ ગઈ છે. 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાત રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ